ગુજરાત

gujarat

ETV Bharat / bharat

chopper crash: 10 લોકોના મૃતદેહની કરાઇ ઓળખ

તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Coonoor Chopper Crash) જીવ ગુમાવનારા બાકીના 10 લોકોના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાંથી પાંચના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા.

chopper crash: જીવ ગુમાવનારા બાકીના 10 લોકોના મૃતદેહની ઓળખ, પાંચના અંતિમ સંસ્કાર
chopper crash: જીવ ગુમાવનારા બાકીના 10 લોકોના મૃતદેહની ઓળખ, પાંચના અંતિમ સંસ્કાર

By

Published : Dec 12, 2021, 10:38 AM IST

  • ચાર મૃતદેહોના DNA પરીક્ષણ દ્વારા તપાસ કરી રવિવારે સંબંધીઓને સોંપવામાં આવશે.
  • દિવંગત સૈનિકને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકો રસ્તાના કિનારે હાજર
  • લાન્સ નાઈક બી. સાઈ તેજાના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે

નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Coonoor Chopper Crash) જીવ ગુમાવનારા બાકીના 10 આર્મી કર્મચારીઓના પાર્થિવ દેહની ઓળખ કરવામાં આવી છે અને તેમાંથી પાંચને શનિવારે તેમના વિસ્તારોમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડરના શુક્રવારે અંતિમ સંસ્કાર કરાયા

તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Coonoor Chopper Crash) ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને તેમના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર એલ.કે. લિડર સહિત 13 લોકોના નિધન થયા હતા. જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડરના શુક્રવારે દિલ્હી છાવણીના બેરાર સ્ક્વેર અંતિમ સંસ્કાર સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજે બી. સાંઈ તેજાના અંતિમ સંસ્કાર

જુનિયર વોરંટ ઓફિસર (JWO) એ. પ્રદીપ, વિંગ કમાન્ડર પી.એસ. ચૌહાણ, JWO રાણા પ્રતાપ દાસ, સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહ અને લાન્સ નાઈક વિવેક કુમારના શનિવારે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે લાન્સ નાઈક બી. સાઈ તેજાના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે.

ચાર મૃતદેહોના DNA પરીક્ષણ દ્વારા તપાસ કરી રવિવારે સંબંધીઓને સોંપશે

શનિવારે રાત્રે એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાકીના ચાર મૃતદેહોના DNA પરીક્ષણ દ્વારા "યોગ્ય રીતે ઓળખ" કરવામાં આવી હતી અને રવિવારે સંબંધિત સંબંધીઓને સોંપવામાં આવશે.

લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહના અંતિમ સંસ્કાર રવિવારે

લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહના અંતિમ સંસ્કાર રવિવારે દિલ્હીના બેરાર સ્ક્વેર અંતિમ સંસ્કાર સ્થળે કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે હવાલદાર સતપાલ રાય, નાઈક ગુરસેવક સિંહ અને નાઈક જિતેન્દ્ર કુમારના પાર્થિવ દેહને આર્મી એરક્રાફ્ટ દ્વારા તેમના વતન વિસ્તારોમાં મોકલવામાં આવશે

સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે પ્રદીપના અંતિમ સંસ્કાર કરયા

જુનિયર વોરંટ ઓફિસર (JWO) એ. કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલા તેમના વતન ગામમાં શનિવારે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે પ્રદીપના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમના મૃતદેહને દિલ્હીથી લગભગ 11 વાગ્યે તમિલનાડુના કોઈમ્બતુરના સુલુર એરફોર્સ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને પછી તેને કેરળમાં તેના ગામ સુધી રોડ દ્વારા લઈ જવામાં આવ્યો હતો.

પુત્રએ પિતાને અગ્નિદાન આપ્યો

દિવંગત સૈનિકને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો રસ્તાના કિનારે હાજર હતા. પ્રદીપના પાર્થિવ દેહને તેમના અંતિમ દર્શન માટે બપોરે 3 વાગ્યે પુથુર સ્થિત તેમની શાળામાં રાખવામાં આવ્યો હતો, જ્યાં સેંકડો લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. આ પછી પુત્રએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.

ભારતીયવાયુસેનાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણને શનિવારે આગરાના તાજગંજ સ્મશાન ગૃહમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના જવાન ચૌહાણના મૃતદેહને આર્મી વાહનમાં સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમને સલામી આપવામાં આવી હતી. ચૌહાણના પુત્ર અવિરાજ (7), પુત્રી આરાધ્યા (12) અને એક સંબંધી, પુષ્પેન્દ્ર સિંહે પરિવારના સભ્યો, ભારતીય વાયુસેનાના અધિકારીઓ, આગ્રા વહીવટીતંત્ર અને પોલીસની હાજરીમાં ચિતા પ્રગટાવી હતી.

વિંગ કમાન્ડર ચૌહાણની દીકરી પાયલટ બનવા માંગે છે

વિંગ કમાન્ડર ચૌહાણની પુત્રી આરાધ્યાએ કહ્યું કે, તે તેના પિતાના પગલે ચાલવા માંગે છે અને તે પણ એરફોર્સમાં પાયલટ બનવા માંગે છે.

કુલદીપ સિંહના પત્ની યશસ્વિનીએ અગ્નિદાહ આપ્યો

સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહના શનિવારે રાજસ્થાનના ઝુંઝુનુમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે સિંહને વિદાય આપી હતી. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર કુલદીપ સિંહના મૃતદેહને શનિવારે સવારે દિલ્હીથી એરલિફ્ટમાં ઝુંઝુનુ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાં જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતીય વાયુસેનાના ફૂલોથી શણગારેલી ટ્રકમાં તેમના મૃતદેહને મૂળ ગામ ઘરદાણા ખુર્દ લઈ જવામાં આવ્યો હતો. શનિવારે સાંજે ત્યાં મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોએ ભીની આંખો સાથે કુલદીપને વિદાય આપી હતી. તેમની પત્ની યશસ્વિનીએ તેમને અગ્નિદાહ આપ્યો.

સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહને અંતિમ વિદાય આપી

સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન 'વંદે માતરમ', 'ભારત માતા કી જય' અને 'કુલદીપ અમર રહે'ના નારા વારંવાર ગુંજી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં લાન્સ નાઈક વિવેક કુમારના કાંગડા જિલ્લામાં તેમના ગામમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જયસિંહપુરના થેરુ ગામમાં આવેલા સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં લોકોએ તેમને અંતિમ વિદાય આપી હતી.

મુખ્યપ્રધાન નવીન પટનાયક અને અન્ય મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી

જુનિયર વોરંટ ઓફિસર (JWO) રાણા પ્રતાપ દાસનો મૃતદેહ શનિવારે સવારે ભુવનેશ્વર એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં મુખ્યપ્રધાન નવીન પટનાયક અને અન્ય મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

JWO દાસને પુષ્પાંજલિ અર્પણ કરી

ઓડિશાના અંગુલ જિલ્લાના તાલચેરના રહેવાસી દાસને 120 પાયદળ બટાલિયનના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યના પ્રધાનો, ધારાસભ્યો અને પોલીસ મહાનિર્દેશક સહિત ટોચના પોલીસ અધિકારીઓએ એરપોર્ટ પર JWO દાસને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમના મૃતદેહને તાલચેરના કુંડાલા પંચાયત વિસ્તારમાં તેમના વતન કૃષ્ણચંદ્રપુર લઈ જવામાં આવ્યો હતો. મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડે તેમના અંતિમ સંસ્કાર માટે ગામમાં અંતિમ સંસ્કારની જગ્યા ખાસ તૈયાર કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના રહેવાસી સાઈ તેજાના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે.

જનરલ રાવતની પુત્રીઓેએ અસ્થિઓ ગંગામાં વિસર્જન કરી

સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેજાના મૃતદેહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં રાખવામાં આવશે અને રવિવારે તેને ચિત્તૂર લઈ જવામાં આવશે. દરમિયાન જનરલ રાવત અને તેમની પત્નીની અસ્થિઓ આજે તેમની પુત્રીઓ તારિણી અને કૃતિકા હરિદ્વારમાં ગંગામાં વિસર્જન કરવામાં આવી હતી. જનરલ રાવત, બ્રિગેડિયર લિડર અને વિંગ કમાન્ડર ચૌહાણની સ્મૃતિમાં આજે તેમની સંસ્થા નેશનલ ડિફેન્સ એકેડમી પુણે ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:CDS General Bipin Rawat: વેલિંગ્ટનમાં CDS જનરલ બિપિન રાવત સહિત શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ

આ પણ વાંચો:IAF chopper crash: Mi-17V5 હેલિકોપ્ટર વિશે જાણો...

ABOUT THE AUTHOR

...view details