ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજથી એક મોટા સમાચાર છે. જ્યાં નદી પાર કરીને ખેતી કરવા જઈ રહેલા ખેડૂતોથી ભરેલી બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 24 લોકોના ડૂબી જવાની આશંકા છે. ઘટનાસ્થળેથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, બોટમાં ટ્રેક્ટર ભરીને બોટમેન સહિત 24 મજૂરો શેરડીની છાલ ઉતારવા જઈ રહ્યા હતા. અચાનક સંતુલન ગુમાવવાને કારણે બોટ પલટી ગઈ હતી. NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે.
Boat Capsized In Bihar : બિહારના ગોપાલગંજમાં 24 લોકો સાથે બોટ પલટી, 3ના મોત - undefined
બિહારના ગોપાલગંજથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં નદી પાર કરીને ખેતી કરવા જઈ રહેલા ખેડૂતોથી ભરેલી બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં 24 લોકો ડૂબી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. એક વ્યક્તિએ તરીને પોતાનો જીવ બચાવ્યો, જ્યારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
બિહારના ગોપાલગંજમાં બોટ પલટી મારતા 24 લોકો લાપતા, સર્ચ ઓપરેશન ચાલુ...
લગભગ દોઢ ડઝન લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. 6 થી 7 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા છે. જેમને ગોપાલગંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેક્ટરમાં સવાર તમામ પુરૂષો અને મહિલાઓ ગોપાલગંજના હોવાનું સામે આવ્યું છે.
અપડેટ ચાલુ છે...
Last Updated : Jan 19, 2022, 1:48 PM IST