- આસામના જોરહાટમાં બોટ દુર્ઘટના
- બે બોટ સામસામી અથડાતાં કેટલાક પ્રવાસી ડૂબવાની આશંકા
- 82 પ્રવાસીઓને બચાવતી રેસ્ક્યૂ ટીમ
ગુવાહાટી: બ્રહ્મપુત્રા નદીમાં બુધવારે બે મશીન બોટ ટકરાઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર કેટલાક પ્રવાસી ગુમ થયાં હોવાના સમાચાર છે. જોરહાટમાં માજુલીથી નિમાતીઘાટ જતી બોટ નિમાટીઘાટથી માજુલી તરફ આવી રહેલી બીજી બોટ સાથે અથડાઈ ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાને લઇ સંવેદના વ્યક્ત કરી છે તેમ જ ઝડપી બચાવકાર્યની તાકીદ કરી હતી.
મહિલાઓ બાળકો સહિત 100 પ્રવાસી
જોરહાટના એડિશનલ ડીસી દામોદર બર્મને જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા નદીમાં બોટ દુર્ઘટનામાં 40 લોકોને બચાવવામાં આવ્યા છે. અન્યની શોધખોળ ગોતાખોરો દ્વારા ચાલુ છે. નદી કિનારે હાજર લોકોએ જણાવ્યું હતું કે, બંને મશીન બોટમાં પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ પ્રવાસી હતાં. મશીન બોટમાં મુસાફરો ઉપરાંત કેટલાક ફોર વ્હીલર અને ટુ વ્હીલર પણ હતાં.