- હાથીના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઓડીઆરએફની બોટ ડૂબી ગઇ
- બોટ ડૂબવાના કારણે એક પત્રકારનું મૃત્યુ થઇ જવાની સૂચના છે
- મુંડાલી પુલ પાસે મહાનદીના ઝડપી પ્રવાહમાં બે હાથી ફસાયા હતા
ભુવનેશ્વર: ઓડિશાની મહાનદીમાં ફસાયેલા કેટલાક હાથીને બચાવવા દરમિયાન રેસ્ક્યૂ ટીમની બોટ ડૂબી ગઇ. આ ઘટનામાં એક વરિષ્ઠ પત્રકારનું પણ મૃત્યુ થયું છે. જાણકારી અનુસાર મહાનદીમાં ઓડિશા આપદા રાહત બળ(ઓડીઆરએફ) ની ટીમ જે બોટમાં સવાર થઇને હાથીઓને બચાવવાની કોશિશમાં લાગેલી હતી, અચાનક તેનું સંતુલન બગડી ગયું.
અગ્નિશામકો હાથીઓને તેમજ ODRF ટીમના સભ્યોને બચાવવાનો પ્રયાસ કરાયો
વન અધિકારીઓ સાથે અગ્નિશામકો હાથીઓને તેમજ ODRF ટીમના સભ્યોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બચાવ કામગીરી દરમિયાન સંતુલન બગડતાં બોટમાં સવાર લોકોને ઉતાવળે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં લોકોને હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન, વરિષ્ઠ પત્રકારનું અવસાન થયું.