- બિહારના સારણમાં ગંગાનદીમાં રેતી ભરેલી હોડી પલટી
- બોટમાં 14 મજૂરો સામેલ
- વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઉત્તર પ્રદેશ (સારણ):બિહારના સારણમાં ગંગાનદીમાં રેતી ભરેલી હોડી પલટી ગઈ (Boat Accident) હતી. બોટમાં 14 મજૂરો હતા. તમામ મજૂરો ડૂબવાની આશંકા છે. આ અકસ્માતની માહિતી મળ્યા બાદ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત અને બચાવ કાર્ય કામગીરી શરૂ કરી હતી.
ડોરીગંજ અને માનેર નજીક નાવ ડૂબવાનો અકસ્માત
નવ ડૂબવાની આ અકસ્માત બિહારના સારણ જિલ્લાના ડોરીગંજ અને માનેર નજીક થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બોટ કોઈલવારથી રેતી ભરીને પરત ફરી રહી હતી. તે સમયે બોટ પર રેતી ભરીને અને ઉતારનારા મજૂરો સાથે, દરિયાઈ મુસાફરો પણ હતા. તમામ મજૂરો મુઝફ્ફરપુર અને મોતીહારીના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:UPના ગોન્ડા જિલ્લાની સરયૂ નદી બોટ પલટી, 1નું મોત તો અનેક લાપતા
લાપતા લોકોની શોધ ખોળ શરૂ
અકસ્માતની માહિતી બાદ એનડીઆરએફ અને ડાઇવર્સની મદદથી લાપતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. જો કે, ગંગા નદીના વધેલા જળસ્તરને કારણે સત્તાવાળાઓ કાય કરી શકે તેવી સ્થિતિમાં નથી. આમ છતાં, લાપતા લોકોની શોધ મોટરબોટની મદદથી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આમાંથી કેટલાક મજૂરો અને દરિયાઈ મુસાફરો નદીમાંથી તરીને બહાર આવ્યા છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હુલી ઘાટથી બિંદગવા ગામ નજીક બોટ ડૂબી
આ પહેલા 10 ઓગસ્ટના રોજ પણ ઉત્તર પ્રદેશના મહુલી ઘાટથી બિંદગવા ગામ નજીક રેતી વેચીને પરત આવતી બોટ આરા-છાપરા પુલ સાથે અથડાઈને પલટી ગઈ હતી અને ડૂબી ગઈ હતી. તે બોટ અકસ્માતમાં પણ 6 લોકો ગુમ થયા હતા. જેમાં બોટનો એક નાવિક પણ સામેલ હતો. જો કે, બાકીના 6 લોકો રહરિયા ઘાટ પાસે કોઈક રીતે તરી પહોંચ્યા હતા, જેમને સોન તરફથી આવતી બોટના ખલાસીઓએ બચાવી લીધા હતા.