ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધોરણ 12 CBSEના પરિણામો જાહેર, આગામી સપ્તાહમાં ધોરણ 10ના પરિણામો થઈ શકે છે જાહેર - Central Board of Secondary Education

સેન્ટ્ર્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજે બપોરે 2 વાગ્યે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે આ પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી. સ્ટૂડન્ટ્સ સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે. આ સાથે CBSEના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી સપ્તાહ સુધીમાં ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવી શકે છે.

CBSE સહિત 5 રાજ્યોના શિક્ષણ બોર્ડ જાહેર કરશે પરિણામ, જાણો કઈ રીતે જોઈ શકાશે પરિણામ
CBSE સહિત 5 રાજ્યોના શિક્ષણ બોર્ડ જાહેર કરશે પરિણામ, જાણો કઈ રીતે જોઈ શકાશે પરિણામ

By

Published : Jul 30, 2021, 11:22 AM IST

Updated : Jul 30, 2021, 5:14 PM IST

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજે બપોરે 2 વાગ્યે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું
  • રાજસ્થાન સહિત ઝારખંડ, આસામ, પંજાબ અને મેઘાલય રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામ જાહેર થશે
  • સંબંધિત બોર્ડની સત્તાવાર વેબસાઈટ (Website) પર આ પરિણામ સરળતાથી જોઈ શકાશે

હૈદરાબાદઃ CBSE એ ધોરણ 12ના પરિણામ જાહેર કર્યા છે. જેમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી હોય તેમ જણાઈ રહ્યું છે. સત્તાવાર પરિણામમાં 99.67 ટકા વિદ્યાર્થીનીઓ અને 99.13 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામમાં નજીવા તફાવત સાથે વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ જોવા મળી રહ્યું છે. આ સાથે CBSEના પરીક્ષા સંયોજક સંયમ ભારદ્વાજ દ્વારા આગામી સપ્તાહ સુધીમાં ધોરણ 10નું પરિણામ જાહેર થવાના સંકેત આપવામાં આવ્યા હતા.

https://cbseresults.nic.in/ આ લિન્ક પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે

આવતા સપ્તાહ સુધીમાં CBSE ધોરણ 10ના પરિણામ જાહેર કરી શકે છે

CBSEના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે આજે શુક્રવારે ધોરણ 12ના પરિણામો જાહેર થતા ખુશી વ્યક્ત કરી છે. જેની સાથે તેમણે જણાવ્યું હતું કે, CBSE શુક્રવારે એટલે કે આજથી જ ધોરણ 10ના પરિણામો તૈયાર કરવાનું શરૂ કરી દેશે અને આગામી એક સપ્તાહમાં જ પરિણામો જાહેર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

જાણો શું છે 30:30:40 ફોર્મ્યુલા?
CBSEએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓના મુલ્યાંકન માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરી છે. આ અંતર્ગત ધોરણ 10 અને 11ના અંતિમ પરિણામને 30 ટકા વેઈટેજ આપવામાં આવશે અને ધોરણ 12ના પ્રિબોર્ડ પરીક્ષામાં 40 ટકા વેઈટેજ આપવામાં આવશે. CBSEએ 4 જૂને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું માર્કિંગ સ્કિમ નક્કી કરવા માટે એક 13 સભ્યની કમિટી બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો-GSEB HSC 12th Science Result 2021: કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, B ગ્રૂપના 4 વિદ્યાર્થીઓનું પરિણામ નબળું

આ રીતે તૈયાર કરવામાં આવ્યું પરિણામ

બોર્ડે નક્કી કરેલા ક્રાઈટએરિયા અનુસાર, આ વર્ષે ધોરણ 12નું પરિણામ 30:30:40ના ફોર્મ્યુલા પર નક્કી કરવામાં આવ્યું છે. માર્કિંગ સ્કિમ અનુસાર, ધોરણ 10 અને ધોરણ 11ના 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધુ સ્કોર કર્યો હશે. તેમને જ પરિણામ તૈયાર કરવા માટે પસંદ કરાશે. જ્યારે ધોરણ 12ના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરીક્ષામાં મળેલા માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે.

બોર્ડે રોલ નંબર ફાઈંડર લોન્ચ કર્યા

પરિણામ પહેલા બોર્ડે રોલ નંબર ફાઈંડર લોન્ચ કર્યું છે. આ લિન્ક બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર એક્ટિવ થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ તેના પર રોલ નંબર જોઈ શકે છે. ધોરણ 10ના વિદ્યાર્થીએ પોતાના રોલ નંબર જાણવા માટે પોતાના માતાપિતાનું નામ અને પોતાની જન્મતારીખ નોંધાવવી પડશે.

આ રીતે જોઈ શકશો રોલ નંબર

  • સૌથી પહેલા રોલ નંબર ફાઈન્ડર 2021ની લિન્કcbseresults.nic.inપર જાઓ
  • હવે અહીં ધોરણ 12નું ઓપ્શન સિલેક્ટ કરો
  • નવી વિન્ડો ખૂલવા પર માગવામાં આવતી જાણકારી ભરો
  • તમારો રોલ નંબર સ્ક્રિન પર જોવા મળશે

ડિજિલોકરના માધ્યમથી માર્કશિટ મળશે

આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ડિજિલોકરના માધ્યમથી ડિજિટલ માર્કશિટ આપવામાં આવશે. ડિજિલોકરથી માર્કશિટ ડાઉનલોડ કરવા માટે આનેdigilocker.gov.inથી ડાઉનલોડ કરવી પડશે. બોર્ડની તરફથી વિદ્યાર્થીઓને ડિજિલોકર ક્રેડેન્શિયલ્સ SMSના માધ્યમથી મોકલવામાં આવ્યા છે. તેનો ઉપયોક કરવાથી માર્કશિટ, પાસિંગ સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાય છે. ડિજિલોકર મોબાઈલ એપ ગૂગલ પ્લે કે એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે.

રાજસ્થાન સહિત અન્ય રાજ્યના બોર્ડ ધોરણ 10-12નું પરિણામ જાહેર કરશે

રાજસ્થાન બોર્ડ આજે ધોરણ 10નું પરિણામ સાંજે 4 વાગ્યે જાહેર કરશે. આસામ, પંજાબ, ઝારખંડ અને મેઘાલય બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે.

Last Updated : Jul 30, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details