ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગણેશ ઉત્સવ અંગે BMCએ જાહેર કરી નવી ગાઈડલાઈન, પંડાલમાં મૂર્તિને લાવવા માત્ર 10 લોકોને જ મંજૂરી - ગણેશ ચતુર્થી મહારાષ્ટ્ર

આવતીકાલે ગણેશ ચતુર્થી છે. ત્યારે કોરોના વચ્ચે ગણેશ ઉત્સવ અંગે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં શરતોની સાથે ગણેશ ઉત્સવ ઉજવવાની છૂટ આપવામાં આવી છે.

By

Published : Sep 9, 2021, 8:41 AM IST

  • ગણેશ ઉત્સવ અંગે BMCએ જાહેર કરી ગાઈડલાઈન
  • ગાઈડલાઈનના પાલન સાથે ગણેશ ઉત્સવ ઉજવવાની છૂટ
  • વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી જાહેર કરાઈ ગાઈડલાઈન

મુંબઈઃ ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખી બૃહમુંબઈ નગરપાલિકાએ કોરોના સંક્રમણને રોકવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવા દિશા-નિર્દેશમાં BMCએ લોકોને અપીલ કરી છે કે, રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા ગણેશ ચતુર્થીનો તહેવાર સાદગીની સાથે ઉજવવામાં આવે. નવા દિશા-નિર્દેશમાં BMCએ ગણપતિ મૂર્તિને પંડાલમાં લાવવા માટે શરતોની સાથે માત્ર 10 લોકોને મંજૂરી આપી છે.

આ પણ વાંચો-Ganesh Chaturthi 2021: ભગવાન ગજાનંદને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો શુભ સમય અને પૂજાની વિધિ

કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારા લોકો જ પંડાલમાં જઈ શકશે

BMC તરફથી જાહેર શરતમાં જણાવવામાં આવ્યું છે કે, પંડાલોમાં સ્થાપિત ગણેશ મૂર્તિ તે લોકો જઈ શકે છે, જેમણે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય. આ ઉપરાંત ઘરોમાં બિરાજમાન થનારા ગણેશજીની મૂર્તિને લઈને 5 લોકોને મંજૂરી આપી છે.

આ પણ વાંચો-ગણેશ ઉત્સવમાં ઘરે બેઠા બનાવો શ્રીજીને પ્રિય મોદક

મંડળમાં જઈને દર્શન કરવા પર પ્રતિબંધ

BMCએ મંડળમાં જઈને દર્શન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મંડળોને અપીલ કરી છે કે, ભક્તો માટે ગણેશજીના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરો. જ્યારે લોકોને પણ અપીલ કરી છે કે, ભીડવાળી જગ્યાઓ પર જતા બચો અને એકબીજાથી અંતર બનાવી રાખો.

મૂર્તિ વિસર્જનમાં માત્ર 10 લોકો જઈ શકશે

BMCએ આદેશમાં કહ્યું હતું કે, પ્રસિદ્ધ મંડળોને જ દરિયામાં ગણેશજીની મૂર્તિઓને વિસર્જિત કરવાની મંજૂરી છે. પ્રતિમાના વિસર્જન સમયે માત્ર 10 લોકો જ જઈ શકશે. BMCએ ભક્તોને મૂર્તિ વિસર્જનમાં જવાની મંજૂરી નથી આપી.

માત્ર 519 મંડળોને ગણેશોત્સવ માટે પંડાલ બનાવવા મંજૂરી મળી

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી BMCએ આ વખતે માત્ર 519 મંડળોને ગણેશોત્સવ માટે પંડાલ બનાવવા મંજૂરી આપી છે. રાજ્ય સરકાર તરફથી જાહેર દિશાનિર્દેશ અનુસાર, BMCએ લોકોને ભીડથી બચવા માટે પ્રોટોકોલ જાહેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details