- જાદુગર રામકૃષ્ણનું 31 દિવસમાં કાશ્મીર પહોંચવાનું લક્ષ્ય
- કન્યાકુમારીથી નીકળેલો હૈદરાબાદનો રામકૃષ્ણ મંગળવારે અજમેર પહોંચ્યો
- રામકૃષ્ણ યાત્રા દ્વારા લોકોને કોરોનાથી બચાવવાનો સંદેશ આપી રહ્યો છે
અજમેર: આંખે પટ્ટી બાંધી કોણ બાઇક ચલાવી શકે છે. તેવામાં, હૈદરાબાદના એક જાદુગરે આ પરાક્રમ બતાવ્યો છે. જાદુગર રામકૃષ્ણ હૈદરાબાદથી કન્યાકુમારી અને ત્યાંથી કાશ્મીર જવા માટે પટ્ટી બાંધીને બાઇક પર સવાર થઈ અજમેર પહોંચ્યો હતો. તેમનું લક્ષ્ય 31 દિવસમાં કાશ્મીર પહોંચવાનું છે. પોતાનું સ્વપ્ન પૂરું કરવાની સાથે સાથે તે લોકોને કોરોનાથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સહિત અનેક જાગૃતિ સંદેશાઓ પણ આપી રહ્યો છે.
આ પણ વાંચો:વિરમગામમાં શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું
10000 કિમીની યાત્રાનું લક્ષ્ય
19 રાજ્યો, 121 શહેરોને પાર કરવાના લક્ષ્ય સાથે કન્યાકુમારીથી નીકળેલો હૈદરાબાદનો રામકૃષ્ણ મંગળવારે અજમેર પહોંચ્યો હતો. જાદુગર રામકૃષ્ણ 10000 કિલોમીટર કન્યાકુમારીથી કાશ્મીર બાઇક પર સફર પ્રવાસ કરવાનું લક્ષ્ય છે. વિશેષ વાત એ છે કે, આ આખી યાત્રામાં જાદુગર રામકૃષ્ણે કાળા કપડાથી આંખો પર પટ્ટી લગાવી બાઇક ચલાવે છે. તેની આંખની પટ્ટી ત્યાંજ, ખુલે છે જ્યાં તે રોકાઈ રહ્યો છે. હૈદરાબાદનો જાદુગર રામકૃષ્ણ મંગળવારે અજમેરમાં રોકાયો હતો. જ્યારે, તે અહીં પહોંચ્યો ત્યારે, સ્થાનિક જાદુગર રાજેન્દ્ર શર્મા અને અન્ય લોકોએ જિલ્લા મથકની બહાર તેમનું સ્વાગત કર્યું હતું. અજમેરમાં જાદુગર રામકૃષ્ણ રોકાવાના મામલે ગ્રામીણ SP કિશનસિંહ ભાટીએ આંખની પટ્ટી ખોલી હતી. એક રાતના આરામ બાદ, જાદુગર રામકૃષ્ણ બુધવારે જયપુરની આંધળી યાત્રા શરૂ કરી હતી.
આ પણ વાંચો:પાલીતાણા: એકપણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન નહીં થતા શેત્રુંજય ગિરિરાજ નવ્વાણું યાત્રા રદ્દ કરાઈ
યાત્રા દ્વારા ટ્રાફિક નિયમ જાગૃતી અભિયાન
ETV ભારત સાથેની વાતચીતમાં હૈદરાબાદના જાદુગર રામકૃષ્ણે જણાવ્યું હતું કે, તે આ યાત્રા દ્વારા લોકોને કોરોનાથી બચાવવાનો સંદેશ આપી રહ્યો છે. આ સાથે હેલ્મેટ લગાવવા અને સીટ બેલ્ટ બાંધવા સાથે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃત કરી રહ્યો છે.