ઈન્દોરઃકહેવાય છે કે જો કોઈ વસ્તુ માટે દૃઢ નિશ્ચય સાથે પ્રયત્ન કરવામાં આવે તો કોઈ પણ સમસ્યા સફળતામાં અડચણ બનતી નથી. આવી જ એક સક્સેસ સ્ટોરી મઘ્ય પ્રદેશના ઈન્દૌર શહેરના (Indore Blind student got job) એક અંધ વિદ્યાર્થીની છે. જેને માઇક્રોસોફ્ટ કંપનીએ વાર્ષિક રૂપિયા 47 લાખનું (package 47 lakh offered by Microsoft) પેકેજ ઓફર કર્યું છે. રાજ્યની પ્રતિષ્ઠિત ગોવિંદરામ સક્સેરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ એટલે કે SGSITSના એક દિવ્યાંગ વિદ્યાર્થીને રેકોર્ડ કહી શકાય એવું પેકેજ મળ્યું છે. માઈક્રોસોફ્ટ કંપનીએ (IT Company Microsoft in india) એમને વેલકમ કહ્યું છે. ખાસ વાત એ છે કે, આ દિવ્યાંગને આંખેથી એટલું ખાસ કંઈ દેખાતું નથી.
આ પણ વાંચોઃ ચેઈન સ્નેચિંગ ગૅંગના બે શખ્સો ઝડપાયા, મહિલાઓ રહેતી ખાસ નજર
સૌથી મોટું પેકેજઃ SGSITSમાંથી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવનાર યશ સોનાકિયાએ સંસ્થાની સિદ્ધિઓમાં ઉમેરો કર્યો છે. સત્ર 2021માં 7.2 CGPA સાથે ડિગ્રી મેળવનાર યશને માઇક્રોસોફ્ટ કંપની તરફથી નોકરીની ઓફર મળી હતી. સંસ્થા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે, SGSITS માં અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ 44 લાખ રૂપિયાનું છે. તે જ સમયે, યશને મળેલું પેકેજ સંસ્થાનું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ માનવામાં આવે છે.