ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબના જલાલાબાદ જિલ્લામાં એક બાઈકની પેટ્રોલ ટાંકી ફાટતા થયો બ્લાસ્ટ, બાઈકસવારની હાલત ગંભીર - પીએનબી ચોક

પંજાબના જલાલાબાદ જિલ્લામાં પીએનબી ચોક પાસે બુધવારે મોડી રાત્રે એક ધમાકામાં બાઈકસવાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ત્યારે આજુબાજુના લોકોના મતે, બાઈકની ટાંકી ફાટવાથી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તો તેને જલાલાબાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટર્સે ગંભીર હાલતના કારણે તેને ફરીદકોટ રિફર કર્યો હતો. આ ઘટના એટલી ગંભીર હતી કે, તે વ્યક્તિને ઓળખ પણ નહતી થઈ શકી.

પંજાબના જલાલાબાદ જિલ્લામાં એક બાઈકની પેટ્રોલ ટાંકી ફાટતા થયો બ્લાસ્ટ, બાઈકસવારની હાલત ગંભીર
પંજાબના જલાલાબાદ જિલ્લામાં એક બાઈકની પેટ્રોલ ટાંકી ફાટતા થયો બ્લાસ્ટ, બાઈકસવારની હાલત ગંભીર

By

Published : Sep 16, 2021, 11:07 AM IST

  • પંજાબના જલાલાબાદ જિલ્લામાં PNB ચોક પાસે બાઈકમાં થયો બ્લાસ્ટ
  • બાઈકની ટાંકી ફાટવાથી બ્લાસ્ટ થયો, બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • બાઈકસવારને જલાલાબાદની સરકારી હોસ્પિટલથી ફરીદકોટ લઈ જવાયો

આ પણ વાંચો-ધંધુકા બગોદરા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 મહિલાના મોત

જલાલાબાદઃ પંજાબના આ જિલ્લામાં પીએનબી ચોક પાસે બુધવારે મોડી રાત્રે એક ધમાકામાં બાઈકસવાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. બાઈકની ટાંકી ફાટવાથી બાઈકમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તો તેને જલાલાબાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટર્સે ગંભીર હાલતના કારણે તેને ફરીદકોટ રિફર કર્યો હતો. આ ઘટના એટલી ગંભીર હતી કે, તે વ્યક્તિને ઓળખ પણ નહતી થઈ શકી.

આ પણ વાંચો-ગાંધીનગરમાં અકસ્માતમાં માતાપુત્રીનું મોત નિપજાવનારા હોટેલ માલિકની ધરપકડ

હોસ્પિટલમાં દાખલ બાઈકસવારને ઓળખવો મુશ્કેલ હતો

ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, બાઈક પર જઈ રહેલા વ્યક્તિની બાઈકમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે બાઈકમાં આગ લાગી હતી. જ્યારે બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે, તેની ઓળખ પણ નહતી થઈ શકી. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. તો સરકારી હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે કે, દર્દીની હાલત ખૂબ જ ગંભીર છે, જેને પ્રાથમિક સારવાર પછી ફરીદકોટમાં રિફર કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details