- આરોપીઓ પાસેથી 20 ઇન્જેક્શન એમ્ફોટેરેસિન-બી, ત્રણ મોબાઈલ ફોન અને એક કાર મળી આવી છે
- ઈન્જેક્શન બ્લેક ફંગસના ઉપચાર માટે સૌથી ઉપયોગી દવા હોવાનું કહેવામાં આવ્યું છે
- આરોપી આ ઈન્જેક્શન MRP કરતા લગભગ 36 ગણી વધારે કિંમતે વેચી રહ્યા હતા
ન્યુ દિલ્હી: દક્ષિણ દિલ્હીના સાકેત પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે એમ્ફોટેરેસીન-બી ઇન્જેક્શનના બ્લેક માર્કેટિંગ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે બન્ને આરોપીઓ પાસેથી 20 ઇન્જેક્શન એમ્ફોટેરેસિન-બી, ત્રણ મોબાઈલ ફોન અને એક કાર મળી આવી છે. આ ઈન્જેક્શન બ્લેક ફંગસના ઉપચાર માટે સૌથી ઉપયોગી દવા હોવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃમ્યુકોરમાઇકોસિસ રોગની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્સો ઝડપાયા
આરોપીઓની ઓળખ રજનીશ શ્રીવાસ્તવ અને મુર્તઝા ખાન તરીકે થઈ છે
આરોપી આ ઈન્જેક્શન MRP કરતા લગભગ 36 ગણી વધારે કિંમતે વેચી રહ્યા હતા. પૂછપરછમાં આરોપીઓની ઓળખ રજનીશ શ્રીવાસ્તવ અને મુર્તઝા ખાન તરીકે થઈ છે. જ્યારે આરોપી રજનીશ ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનનો રહેનાર છે, જ્યારે અન્ય આરોપી મુર્તઝા ખાન દિલ્હીના હર્ષ વિહાર વિસ્તારનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
બે વિદ્યાર્થીઓએ કરી હતી ફરિયાદ
ડીસીપી અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, અભિષેકકુમાર અને ઋષભ નામના બે વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન સાકેતમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, તે કોવિડ હેલ્પર એક વોટ્સએપ જૂથનો સભ્ય છે અને કોવિડ-19 અને બ્લેક ફંગસના દર્દીઓ માટેની દવાઓમાં મદદ કરે છે. તે જરૂરિયાતમંદ દર્દી માટે એમ્ફોટેરેસીન-બી ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આરોપી વ્યક્તિ 2 લાખ 26 હજારમાં 20 ઇન્જેક્શન આપવાની તૈયારીમાં હતો
તેણે એક એવી વ્યક્તિનો સંપર્ક કર્યો, જે ઈન્જેક્શન વધુ કિંમતે વેચે છે. જે MRPથી લગભગ 36 ગણી છે. આરોપી વ્યક્તિ 2 લાખ 26 હજારમાં 20 ઇન્જેક્શન આપવાની તૈયારીમાં હતો અને તે ઇન્જેક્શન માટે સાકેત મેક્સ હોસ્પિટલમાં આવવા જઇ રહ્યો છે.
પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી