- દિલ્હીમાં બ્લેક ફંગસનો પ્રકોપ
- રાજ્યમાં જાહેર કરી મહામારી
નવી દિલ્હી: રાજ્યમાં મ્યુકોરમાયકોસીસ એટલે બ્લેક ફંગસના ઝડપથી વધતા કેસને ધ્યાનમાં રાખીને મહામારી જાહેર કરી છે. જો કે આ અત્યારે એક પ્રાથમિક જાહેરાત છે. આ અંગે સરકાર ઑફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કરશે. મહત્વપૂર્ણ છે 21 મે સુધીમાં દિલ્હીમાં બ્લેક ફંગસના 200 કેસ સામે આવ્યા હતાં, જે 27 મે સુધીમાં વધીને 600 જેટલા થઇ ગયા છે. આથી દિલ્હી સરકારે આ જાહેરાત કરી છે.