ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીતિશ 7.0માં મોદી યુગનો અંત, તારકિશોર પ્રસાદ બનશે બિહારના નાયબ મુખ્યપ્રધાન - સંરક્ષણ પ્રધાન

ભાજપના ધારાસભ્ય નેતા તારકિશોર પ્રસાદને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. ભાજપ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કટિહારથી 4 વાર ધારાસભ્ય બનેલા તારકિશોર પ્રસાદને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. સુશીલ મોદીના ટ્વીટ પરથી આ વાતને પુષ્ટી મળી છે.

Tarkishore Prasad
Tarkishore Prasad

By

Published : Nov 16, 2020, 2:47 AM IST

  • તારકિશોર પ્રસાદ બિહારના નવા નાયબ મુખ્યપ્રધાન બનશે
  • પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીને નવી જવાબદારીઓ માટે શુભકામના પાઠવી
  • બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તારકિશોરે RJDના રામ પ્રકાશ મહેતાને લગભગ 10,000 મતોથી હરાવ્યા

પટના : બિહારના નાયબ મુખ્યપ્રધાનના રૂપે સુશીલ મોદી યુગનો અંત આવ્યો છે. બિહારના આગામી નાયબ મુખ્યપ્રધાન કોણ હશે? આ સવાલ પર સૌની નજર હતી. ભાજપના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારકિશોર પ્રસાદ બિહારના નવા નાયબ મુખ્યપ્રધાન બનશે.

તારકિશોરે RJDના રામ પ્રકાશ મહેતાને લગભગ 10,000 મતોથી હરાવ્યા

તારકિશોર કટિહાર બેઠક પરથી સતત ચોથી વાર ચૂંટણી જીત્યા છે. 2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તારકિશોરે RJDના રામ પ્રકાશ મહેતાને લગભગ 10,000 મતોથી હરાવ્યા છે. આ બાબતે તારકિશોરને પૂછવામાં આવતા તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમને જણાવ્યું કે, પ્રધાનમંડળની રચના બાબતે પાર્ટી નિર્ણય કરશે.

સુશીલ મોદીએ આપી શુભકામના

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીને નવી જવાબદારીઓ માટે શુભકામના પાઠવી હતી. સુશીલ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, સર્વ સહમતીથી તાર કિશેરજીને ભાજપ પ્રધાનમંડળના નેતા બનવા બદલ શુભકામનાઓ.

સુશીલ કુમારે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું

સુશીલ કુમારે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે, ભાજપ અને સંઘ પરિવારે 40 વર્ષોના રાજનૈતિક જીવનમાં એટલુ આપ્યું છે કે જેટલુ મને કોઇએ આપ્યું નથી. હવે જે જવાબદારી મળશે તેનું પણ હું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ. કાર્યકર્તાનું પદ કોઇ છિનવી શકે નહીં.

તારકિશોર પ્રસાદની વિધાનસભા પક્ષના નેતા અને રેણુ કુમારીની વિધાનસભા પક્ષના ઉપનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જ્યારે પોતાની ગાડીમાં સુશીલ મોદીને લઇને રાજ્યપાલ સાથે ઔપચારિક મુલાકાત કરવા ગયા ત્યારે, બિહારમાં સુશીલ મોદી યુગના અંત સંકેત મળ્યા હતા. ભાજપ પાર્ટી બે હરોળ તૈયાર કરવા માંગે છે. જેમાં તારકિશોર પ્રસાદની વિધાનસભા પક્ષના નેતા અને રેણુ કુમારીની વિધાનસભા પક્ષના ઉપનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details