ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેટાચૂંટણીમાં જીત પછી મહારાષ્ટ્ર વિધાનસભાની 106 બેઠકો પર ભાજપ - મહારાષ્ટ્ર પેટાચૂંટણી સમાચાર

મહારાષ્ટ્રની પંધારપુર-મંગલવેધ વિધાનસભા બેઠક પર રવિવારની જીત સાથે 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષ દળ ભાજપની સીટ વધીને 106 પર પહોંચી ગઈ છે. જ્યારે એનસીપીની બેઠક સંખ્યા ઘટીને 53 પર આવી છે. ભારતીય જનતા પાર્ટી 1 લાખ 9 હજાર 450 મતે જીતી ગઈ છે.

સમધવ ઓતડે
સમધવ ઓતડે

By

Published : May 3, 2021, 11:08 AM IST

  • પંધારપુર-મંગલવેધા વિધાનસભા બેઠકની ઉપચૂંટણીમાં રવિવારે ભાજપની જીત
  • NCPની સીટની સંખ્યા ઘટીને 53 પર પહોંચી ગઇ
  • મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધી દળ ભાજપની બેઠકો વધીને 106 થઇ

મુંબઇ(મહારાષ્ટ્ર) : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે દેશના અન્ય 11 રાજ્યોમાં 13 વિધાનસભા બેઠકો અને લોકસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો પણ પ્રાપ્ત થયા છે. મહારાષ્ટ્રની પંધારપુર-મંગલવેધા વિધાનસભા બેઠકની ઉપચૂંટણીમાં રવિવારે જીત સાથે 288 સભ્યો મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધી દળ ભાજપની બેઠકો વધીને 106 થઇ ગઇ છે. જ્યારે NCPની સીટની સંખ્યા ઘટીને 53 પર પહોંચી ગઇ છે.

આ પણ વાંચો : બંગાળની ચૂંટણીના પરિણામની અસર UP વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશેઃ યશવંત સિન્હા

BJPના ઉમેદવાર સમાધાન ઔતાદને કુલ 1 લાખ 9 હજાર 450 મત મળ્યા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સમાધાન ઔતાદને કુલ 1 લાખ 9 હજાર 450 મત મળ્યા હતા. તેમણે શાસક મહા વિકાસ આઘાડી (એમવીએ)માં એનસીપીના ભગીરથ ભાલકેને 3,700 મતોના વધુ અંતરથી હરાવ્યો હતો. ભગીરથ એનસીપીના દિવંગત ધારાસભ્ય ભરત ભાલકેના પુત્ર છે. પેટાચૂંટણી ભારત ભાલકેના મૃત્યુને કારણે કરવી પડી હતી.

આ પણ વાંચો : બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદના બાઉરીની સલ્ટોરા બેઠકથી જીત

મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના પાસે હાલમાં 56 સભ્યો

મહારાષ્ટ્ર વિધાનસભામાં આ સમયે શિવસેના પાસે હાલમાં 56 સભ્યો છે, કોંગ્રેસના 44, સમાજવાદી પાર્ટીના બે, બહુજન વિકાસ આઘાડીના ત્રણ, બાકીના પક્ષોમાં 10, જ્યારે અપક્ષોની સંખ્યા 13 છે.

ABOUT THE AUTHOR

...view details