ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિંધિયાના ગઢમાં જ ભાજપનો નબળો દેખાવઃ કૈલાસ વિજયવર્ગીય - ગ્વાલિયર ચંબલ

મધ્ય પ્રદેશની પેટા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, ત્યારે ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢ ગ્વાલિયર-ચંબલ સંભાગમાં જ ભાજપની સ્થિતિ નબળી છે.

સિંધિયાના ગઢમાં જ ભાજપનો નબળો દેખાવઃ કૈલાસ વિજયવર્ગીય
સિંધિયાના ગઢમાં જ ભાજપનો નબળો દેખાવઃ કૈલાસ વિજયવર્ગીય

By

Published : Nov 10, 2020, 6:39 PM IST

  • ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયનું નિવેદન
  • 'સિંધિયાના જ ગઢમાં ભાજપનો દેખાવ નબળો'
  • ગ્વાલિયર-ચંબલમાં અપેક્ષા વિરુદ્ધનું પરિણામ

નવી દિલ્હીઃ ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યું, મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢ ગ્વાલિયર-ચંબલ સંભાગમાં જ ભાજપની સ્થિતિ કમજોર રહી છે. ક્ષેત્રની 16 બેઠકમાંથી 10 પર ભાજપ આગળ છે. જ્યારે પાંચ પર કોંગ્રેસ અને એક બેઠક પર બસપા ઉમેદવાર આગળ છે. જ્યારે કેન્દ્રિય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરનું ચૂંટણી ક્ષેત્ર મુરૈનાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ પાછળ ચાલી રહી છે. વિજયવર્ગીયે કહ્યું, ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં પાર્ટીને અપેક્ષા મુજબનું પરિણામ નથી મળ્યું, પરંતુ માલવા-નિમાડ ક્ષેત્રમાં સારા પરિણામ જોવા મળી રહ્યા છે.

શિવરાજસિંહના નેતૃત્વમાં જ અમારી સરકાર ચાલશેઃ વિજયવર્ગીય

ચૂંટણી પરિણામ બાદ પ્રદેશનું નેતૃત્વ અન્ય કોઈના હાથમાં સોંપવાની અટકળ પર ભાજપ મહાસચિવે કહ્યું કે, એ તો સંભવ જ નથી. શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં જ અમારી સરકાર ચાલશે, તેઓ સરકારના અગ્રણી બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details