હૈદરાબાદ:ભારતીય જનતા પાર્ટી (BJP) ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક (BJP National Executive meeting in Hyderabad) શનિવારે હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MOdi Hyderabad Visits), રાજ્યસભામાં પાર્ટીના નેતા પીયૂષ ગોયલ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દીપ પ્રગટાવીને કાર્ય સમિતિની બેઠકની શરૂઆત કરી હતી. પાર્ટીના નેતાઓએ મંચ પર ભારત માતા અને જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી અને પાર્ટીના વિચારક દીનદયાલ ઉપાધ્યાયના ફોટાને પણ માળા પહેરાવી હતી.
માત્ર 3 નેતાઓને જ સ્ટેજમાં સ્થાન : આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન સ્ટેજ પર માત્ર નેતાઓને જ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉદ્ઘાટન બાદ મોદી, નડ્ડા બીજા અને ગોયલ ત્રીજા બેઠા હતા. કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ વડાપ્રધાનને પુષ્પગુચ્છ આપીને કાર્યક્રમમાં આવકાર્યા હતા, જ્યારે પાર્ટીના તેલંગાણા એકમના પ્રમુખ બી સંજય કુમારે સ્મૃતિચિહ્ન આપીને નડ્ડાનું સ્વાગત કર્યું હતું. કાર્યકારી સમિતિની બેઠકની ઔપચારિક શરૂઆત પહેલા ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી, જેમાં કાર્યકારી સમિતિનો એજન્ડા ફાઈનલ કરવામાં આવ્યો હતો. બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિ રવિવારે વડાપ્રધાન મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે. તેઓ રવિવારે સાંજે હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે 'વિજય સંકલ્પ રેલી'ને પણ સંબોધિત કરશે.
ભાજપના મોટા નેતાઓએ ભાગ : લીધો હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય (bjp national working committee meeting 2022) બેઠકનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યું હતું. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આયોજિત (BJP Meetings in Hyderabad) આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના લગભગ તમામ મોટા નેતાઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદી આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ જઈ રહ્યા છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆર પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ નહીં જાય. છ મહિનામાં આ ત્રીજી વખત બનશે જ્યારે સીએમ કેસીઆર પીએમને રિસીવ કરવા એરપોર્ટ નહીં જાય.
જનતાના પૈસાનો દુરુપયોગ:ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ કહ્યું કે, સીએમનો પુત્ર સીએમ ન બની શકે. તેમણે કહ્યું કે, તેલંગાણામાં ભાજપ મજબૂત થઈ રહ્યો છે, તેઓ (TRS)ને ડર છે કે તેમની ખુરશી જતી રહેશે. તેઓ અમારી વિરુદ્ધ જાહેરાત કરવા માટે જનતાના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે. કેસીઆર તેલંગાણામાં અટપટી રાજનીતિ કરી રહ્યા છે.