ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલકાતામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો બીજેપી કાર્યકરનો મૃતદેહ, પીડિત પરિવારને મળવા જશે શાહ

ભાજપ યુવા મોરચાના કાર્યકર અર્જુન ચૌરસિયાનો મૃતદેહ ઘોષ બાગાન વિસ્તારમાં એક નિર્જન બિલ્ડીંગની અંદર લટકતો મળી આવ્યો (BJP worker found dead in Kolkata) હતો, પોલીસે જણાવ્યું હતું.

By

Published : May 6, 2022, 4:53 PM IST

કોલકાતામાં મૃત હાલતમાં મળી આવ્યો બીજેપી કાર્યકર, પીડિત પરિવારને મળવા જશે શાહ
કોલકાતામાં મૃત હાલતમાં મળી આવ્યો બીજેપી કાર્યકર, પીડિત પરિવારને મળવા જશે શાહ

કોલકાતા: ઉત્તર કોલકાતાના કાશીપુર વિસ્તારમાં શુક્રવારે સવારે ભારતીય જનતા પાર્ટી (BJP)નો એક કાર્યકર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો (BJP worker found dead in Kolkata) હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેઓ પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે (Amit shah Kolkata visit) છે, તેઓ બપોરે કાર્યકરના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પરિવારના સભ્યોને મળશે.

આ પણ વાંચો:Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

ભાજપ યુવા મોરચાના કાર્યકર અર્જુન ચૌરસિયાનો મૃતદેહ (Bjp worker arjun chaurasiya dead body) ઘોષ બાગાન વિસ્તારમાં એક નિર્જન બિલ્ડીંગની અંદર લટકતો મળી આવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો છે કે, શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કાર્યકરની હત્યા કરાવી છે, જોકે પાર્ટીએ આરોપોને નકારી કાઢ્યા છે. રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, શાહ જેઓ પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે છે, આજે બપોરે નિવાસસ્થાને જશે. રાજ્ય ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્ય (Samik bhattacharya on bjp worker dead)એ કહ્યું કે, ચૌરસિયા પાર્ટીના કુશળ કાર્યકર હતા. આજે સવારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ પણ વાંચો:Pahalgam Encounter: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર શરૂ

બીજેપીના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું, "શાહે અમને NSC બોસ એરપોર્ટ પર તેમના આગમન પર આયોજિત ભવ્ય સ્વાગત રદ કરવા કહ્યું. શાહ તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે ઉત્તર બંગાળથી કોલકાતા પહોંચશે. ભાજપના આરોપોને રદિયો આપતા TMC સાંસદ શાંતનુ સેને કહ્યું કે, અમારા પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. પોલીસને આ મામલે તપાસ કરવા દો. પોલીસે જણાવ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details