- ઉત્તરપ્રદેશમાં જીતવા માટે ભાજપ લગાવશે એડીચોટીનું જોર
- ભાજપ ગઈ ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને આ વખતે નહીં આપે ટિકિટ
- આઝમગઢમાં પણ ભાજપનું પ્રદર્શન વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) નિરાશાજનક રહ્યું હતું
હૈદરાબાદઃ હવે ભાજપને ઉત્તરપ્રદેશમાં કોઈ પણ કિંમતે જીત જોઈએ છે. આ જ કારણ છે કે, પાર્ટી કોઈ પણ આંતરિક કે બાહ્ય પડકારોનો સામનો કરવા તૈયાર છે. પાર્ટી સૂત્રોનું માનીએ તો, કેન્દ્રિય નેતૃત્ત્વએ સ્પષ્ટ કરી દીધું છે કે, ચૂંટણીથી પહેલા અને ચૂંટણી દરમિયાન જો કોઈ નેતા ટિકિટ ન મળવા પર બળવો કરશે તો તેની સામે કાર્યવાહી કરતા તેને તાત્કાલિક પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે. તે દરમિયાન પાર્ટી તે નેતાના કદ અને પદનો પણ ખ્યાલ નહીં કરે.
પાર્ટી વિચારીને ઉમેદવારોના નામ પર મહોર લગાવશે
નામ ન આપવાની શરતે પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી ઘણી મહત્ત્વની છે. તેવામાં દરેક બેઠક પર પાર્ટી ખૂબ જ વિચારીને ઉમેદવારના નામ પર મહોર લગાવશે. આ માટે જિલ્લાવાર એક ટીમ (District wise team) પહેલાથી જ કામ પણ કરી રહી છે. આટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના કોઈ અન્ય વ્યક્તિ કે જેની વિસ્તારમાં શાખ અને જનપ્રિયતા છે તો પાર્ટી તેવા વ્યક્તિનો સંપર્ક કરીને તેને પણ મેદાને ઉતારી શકે છે. એટલે કે દરેક બેઠક પર જીતેલા ઉમેદવારને જ મહત્ત્વ આપવામાં આવશે. જોકે, ઉમેદવારી પસંદગી માટે કોઈ નિર્ધારિત પેરામીટર નથી, પરંતુ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે, ગઈ ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને આ વખતે ટિકિટ નહીં મળે.
પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ખેડૂત આંદોલન અને લખીમપુર હિંસાની અસર જોવા મળી શકે છે
આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલા બનતા બગડતા રાજકીય સમીકરણોના (Political equations) અભ્યાસ અને અવલોકનમાં લાગેલી નિષ્ણાતોની ટીમનું માનીએ તો, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ખેડૂત આંદોલન અને લખીમપુર હિંસાની (Lakhimpur Violence) અસર જોવા મળી શકે છે. તેવામાં સત્તાધારી પક્ષ ભાજપે (BJP) તે વિધાનસભા વિસ્તાર પર વધુ ધ્યાન કેન્દ્રિય કર્યું છે, જ્યાં પાર્ટીને ગઈ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અત્યારની આ તમામ બેઠકો પર જીતની સંભાવના એટલે વધુ છે. કારણ કે, અહીં વિકાસ કાર્યોની ઝડપ ઘણી ધીમી રહી છે.
હારેલા ઉમેદવારો ટિકિટની આશા છોડી દે
તેવામાં ચૂંટણી પહેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના હારેલા વિસ્તારોમાં જાહેર શિલાન્યાસના કાર્યક્રમ પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો 78 બેઠકો પર પાર્ટી હારેલા ઉમેદવારોને બીજી વખત મેદાનમાં નહીં ઉતારે. આમાં અનેક મોટા નામ પણ સામેલ છે.
આ વખતે અનેક મોટા નેતાઓની પણ ટિકિટ કપાઈ શકે છે
તો આ તરફ બીજી વખત સત્તામાં આવવા માટે ભાજપે એકસાથે અનેક રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તો અત્યારે પાર્ટીનું સમગ્ર ધ્યાન તે વિધાનસભા બેઠકો પર છે, જે બેઠકો પર ગઈ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે પોતાના સહયોગી દળોની સાથે મળીને ગઈ ચૂંટણીમાં 403 બેઠકમાંથી 325 બેઠક પર જીત મેળવી હતી, પરંતુ આ તમામની વચ્ચે 78 બેઠક પર હાર થઈ હતી. સૂત્રોનું માનીએ તો, અત્યારે અનેક મોટા નેતાઓની પણ ટિકિટ કપાઈ શકે છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપની અગ્નિપરીક્ષા!
જોકે, મેરઠમાં લક્ષ્મીકાન્ત બાજપેઈની (Laxmikant Bajpayee) ટિકિટ અંગે અત્યારે કંઈક કહેવું મુશ્કેલ છે. કારણ કે, હાલમાં જ પાર્ટીએ તેમને મોટી જવાબદારી સોંપીને સંયુક્ત કમિટિના અધ્યક્ષ (Chairman of the Joint Committee) બનાવ્યા છે અને આ ટીમમાં પ્રાન્તના બંને નાયબ મુખ્યપ્રધાન તરીકે સભ્યને જોડવામાં આવ્યા છે. તેવામાં આ કમિટિ અને તેમની સ્વયંની મહત્ત્વતાને સમજી શકાય છે. તો વર્ષ 2017ની મોદી લહેરમાં પણ બાજપેઈ ચૂંટણી હારી ગયા હતા.