ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મત લેવા માટે તાલિબાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનનો ઉપયોગ કરે છે ભાજપ- મહબૂબા મુફ્તી - તાલિબાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનનો ઉપયોગ કરે છે ભાજપ

પીડીપીની અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. મહબૂબા મુફ્તીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપ મત લેવા માટે તાલિબાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનનો ઉપયોગ કરે છે. વાંચો વિસ્તારથી સમગ્ર સમાચાર...

મહબૂબા મુફ્તી
મહબૂબા મુફ્તી

By

Published : Sep 19, 2021, 8:40 PM IST

  • ભાજપનું સાત વર્ષનું શાસન દેશના લોકો માટે દુખ લાવ્યું છે
  • પીડીપીની અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા
  • ભાજપ મત લેવા માટે તાલિબાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનનો ઉપયોગ કરે છે

શ્રીનગર- પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ ભાજપ પર તાલિબાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મુદ્દા પર મત હાંસિલ કરવા માટે રાજનીતિ કરવાનો આરોપ લગાવતા રવિવારે કહ્યું કે, ભાજપનું સાત વર્ષનું શાસન દેશના લોકો માટે દુખ લાવ્યું છે અને તેણે જમ્મૂ કશ્મીરને બર્બાદ કરી દીધુ છે.

કોંગ્રેસના છેલ્લા 70 વર્ષના બધા સારા કામને બર્બાદ કરવામાં પડી છે

મુફ્તીએ દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ના કાર્યકાળમાં હિન્દુ નહીં પરંતું લોકતંત્ર અને ભારત ખતરામાં છે. તેમણે કહ્યું કે, ભાજપ, કોંગ્રેસના છેલ્લા 70 વર્ષના બધા સારા કામને બર્બાદ કરવામાં પડી છે અને તેણે રાષ્ટ્રીય સંસાધનને વેચવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્રમાં સત્તારૂઢ દળે વિપક્ષી દળોના ધારાસભ્યને ખરીદવા અથવા ડરાવવા માટે પોતાનો ખજાનો ભરવાના કારણે આવશ્યક વસ્તુઓની કિંમત વધારવાનું શરૂ કરી દીધુ છે.

ખેડૂતોના આંદોલન, મોંઘવારી અને સાર્વજનિક મહત્વના અન્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ

પૂર્વ મુખ્યપ્રધાને તેમના ટીકાકારોને આડે હાથ લીધા અને કહ્યું કે, તાલિબાનનો ઉલ્લેખ કરવાથી કોઇને રાષ્ટ્ર વિરોધી કરાર આપવામાં આવે છે અને ચર્ચાઓ શરૂ થઇ જાય છે જ્યારે ખેડૂતોના આંદોલન, મોંઘવારી અને સાર્વજનિક મહત્વના અન્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. પીડીપીના યુવા પાંખ દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરતા મુફ્તીએ કહ્યું કે, જમ્મૂ-કશ્મીર સંકટમાં છે અને દેશની પણ આ જ સ્થિતિ છે. તેઓ કહે છે કે, હિન્દુ ખતરામાં છે પરંતું તેઓ ખતરામાં નથી. જો કે તેમના લીધે (ભાજપના) ભારત અને લોકતંત્ર ખતરામાં છે.

પોલીસે શહેરના ડોગરા ચોકમાં મુફ્તીના કાફલાને રોકવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો

મહબૂબા મુફ્તી પુંછ અને રાજોરી જિલ્લાના પાંચ દિવસીય મૂલાકાત બાદ શનિવારે મોડી રાત્રે જમ્મૂ પહોંચી હતી. જમ્મૂમાં પીડીપી અધ્યક્ષને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે શહેરના ડોગરા ચોકમાં મુફ્તીના કાફલાને રોકવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

ભાજપના હાલના મુખ્યપ્રધાન રોજગાર પ્રદાન કરવા, માર્ગ અને સ્કૂલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા

પીડીપી પ્રમુખે કહ્યું કે જેમ-જેમ વિભિન્ન રાજ્યોમાં ચૂંટણી નજીક આવશે, ભાજપ તાલિબાન અને અફઘાનિસ્તાનનું નામ લેવાનું શરૂ કરી દેશે અને જો આ કામ નહીં કરે તો તે પાકિસ્તાન અને ડ્રોનને સામે લાવશે. મુખ્તીએ કહ્યું, તેઓ ચીન અંગે વાત નહીં કરે જેણે લદ્દાખમાં ઘૂષણખોરી કરી છે કારણ કે તેને એ દેશ અંગે વાત કરવાથી વોટ મળતા નથી. જો તમને લોકોને ડરાવવા માંગે છે તો તાલિબાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અંગે વાત કરવી પડશે અને કંઇક એવું કરવું પડશે જેનાથી વોટ વધુ મળે. ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીની ચિંતા કરતા મુફ્તીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના હાલના મુખ્યપ્રધાન રોજગાર પ્રદાન કરવા, માર્ગ અને સ્કૂલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા, જ્યારે ગંગા નદી જેને દેશના લોકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે, તેમાં મૃતદેહ તરતા નજર આવ્યા કારણ કે લોકો પાસે પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર કરવા માટે પૈસા નથી.

ABOUT THE AUTHOR

...view details