નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 9 એપ્રિલે પાર્ટી કાર્યાલયમાં બેઠક કરી શકે છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના મહાસચિવ બીએલ સંતોષ અને પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો હાજર રહેશે.
આ પણ વાંચો:Karnataka Assembly Election: કર્ણાટકમાં ભ્રષ્ટાચારના મુદ્દા ભાજપને કરે છે પરેશાન
ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા: પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં બીજેપીના કોર ગ્રૂપે દરેક વિધાનસભા સીટ માટે ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા છે, જેને કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ આ નામો પર વિચાર કરશે. 4 એપ્રિલના રોજ, કર્ણાટકમાં બીજેપીના કોર ગ્રૂપે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ, રાજ્યના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ-પ્રભારી મનસુખ માંડવિયા, કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય અન્નામલાઈ સાથેની બેઠકમાં ઉમેદવારોની ટૂંકી સૂચિ તૈયાર કરી.