ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે

ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP) ગુજરાતમાં કોઈ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. આ જ કારણે પક્ષના મોટા કહેવાતા નેતાઓ અત્યારથી ચૂંટણીની (Assembly Election Gujarat 2022) તૈયારીઓમાં લાગી ગયા છે. ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે. વર્ષ 2017માં કોંગ્રેસે ભાજપને ટક્કર આપી હતી. અંતિમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) પ્રચારની જવાબદારી સ્વીકારી હતી. પક્ષ ચૂંટણી હારી પણ શકતો હતો. આ જ કારણે પાર્ટી આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે મેદાને ઊતરવા માગે છે.

ગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે
ગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે

By

Published : Jun 5, 2022, 4:39 PM IST

નવી દિલ્હી:ગુજરાત રાજ્યમાં આ વર્ષના અંતિમ દિવસોમાં વિધાનસભાની (Assembly Election Gujarat 2022) ચૂંટણી યોજાવવાની છે. પણ આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 2017માં જે જોખમ લીધું એવું (Gujarat BJP) કોઈ જોખમ લેવા માંગતી નથી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2017ના પ્રચારના અંતિમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) પ્રચારની જવાબદારી ન લીધી હોત તો કદાચ ગુજરાતમાં ભાજપની (BJP Election Campaign) સરકાર ન બની હોત.

આ પણ વાંચો:ભરતસિંહ સોલંકીએ આપવું પડશે બાહીધરી પત્ર, શું બિલ્ડરની કાર્યવાહી યોગ્ય!

કોઈ જોખમ લેવા નથી માંગતી:આ વખતે ભાજપ વર્ષ 2017ની જેમ કોઈ પ્રકારનું જોખમ લેવા માગતી નથી. ચૂંટણીને ઘણા મહિનાઓ પહેલા ભાજપ હાઈકમાન્ડે તમામ મોરચે જવાબદારી સંભાળી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સતત દિલ્હીમાંથી ગુજરાતની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી રહ્યા છે. ગુજરાતમાં જઈને રેલી, સભા અને રોડ શૉ કરી રહ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહાસચીવ બી.એલ. સંતોષ પણ ગુજરાત ચૂંટણીને લઈને રણનીતિને લઈ દરેક નાના મુદ્દાઓ પર ઊંડી ચર્ચા કરી રહ્યા છે. આ પછી પ્રચાર પોલીસીને અંતિમ રૂપ દેવા પ્રયાસો કરે છે.

150 બેઠક પર જીતનો દાવો: ભાજપે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને પોતાની બંને સરકારોની સિદ્ધિઓને પૂરી રીતે પ્રચાર પ્રસાર કરવા માટે યોજના ઘડી છે. એટલે આ વખતે કુલ 182 બેઠકમાંથી 150 બેઠક પર જીત મેળવવાનો ટાર્ગેટ રખાયો છે. જોકે, ભાજપના નેતાઓ આ અંગે દાવો પણ કરી ચૂક્યા છે. વર્ષ 1995થી સતત ગુજરાત રાજ્યમાં ભાજપ ચૂંટણી જીતતો આવતો પક્ષ રહ્યો છે. ભાજપે અત્યાર સુધીની ચૂંટણીમાં કોઈ પણ પરિણામમાં 127થી ઓછી બેઠક પર જીત નથી મેળવી. વર્ષ 1995, 1998, 2002, 2007 અને 2012થી સતત પાંચ વિધાનસભા ચૂંટણી ભાજપ જીતતો આવ્યો છે. કુલ 115થી 127 બેઠક જીતીને ભાજપ સરકાર બનાવતો રહ્યો છે.

આ પણ વાંચો:ભારત પર્યાવરણની સુરક્ષા માટે નવા સંશોધનો માટે દબાણ કરી રહ્યું છેઃ પીએમ મોદી

2017માં આવું થયેલું:વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ થયેલી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ 100 બેઠક કરતા ઓછી બેઠક પર પહોંચી ગયો હતો. વર્ષ 2017માં ભાજપની આશરે 99 બેઠક પર જીત થઈ હતી. એટલે હવે આ વખતેની વિધાનસભાની ચૂંટણીમાં તે કોઈ જોખમ લેવા નથી માંગતી. અત્યાર સુધીમાં સૌથી વધારે 150 બેઠક પર જીત મેળવવા માટે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીમાં છે. ભાજપે પોતાના પારંપરિક શહેરી મતદાતાની સાથોસાથ આદિવાસી, ઓબીસી, દલિત અને પાટીદારને પોતાની સાથે લેવા પણ રણનીતિ બનાવી છે. ભાજપનો પ્રયાસ કોંગ્રેસની પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડવાનો છે. એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનો દબદબો ધરાવતી આદિવાસી બેઠકોના વિસ્તાર દાહોદની મુલાકાત લીધી છે. ત્યાં સભા કરીને આદિવાસી મતદાતાઓને ભાજપમાં લેવા પ્રયાસ કર્યો હતો.

27 બેઠક અનામત:કુલ 182 બેઠકમાંથી 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. આદિવાસી મતદાતા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોડાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જેવા અનેક જિલ્લામાં જીત હાર પર મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. આ સિવાય વિધાનસભાની 13 સીટ અનુસુચિત જાતિ માટે અનામત છે. રાજ્યમાં લગભગ કુલ વસ્તીના 12 ટકા વસ્તી પાટીદાર સમુદાયની છે. પાટીદારોને રાજી રાખવા માટે તાજેતરમાં જ હાર્દિક પટેલને ભાજપમાં વાજતેગાજતે પ્રવેશ આપ્યો હતો. એવું પણ જાણવા મળે છે કે, આવનારા દિવસોમાં જુદા જુદા સમાજના લોકો તથા આગેવાનો પણ ભાજપમાં જોડાશે. આ શક્યતાના આધારે ભાજપને મજબુત માનવામાં આવે છે.

આ પણ વાંચો:ઓડિશામાં નવા પ્રધાનમંડળની રચના, 13 પ્રધાનોને મળ્યું કેબિનેટમાં સ્થાન, 8ને સ્વતંત્ર હવાલો

નડ્ડાની બેઠક:ભાજપને તમામ સમાજમાંથી મજબુત કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તાજેતરમાં જુદા જુદા મોરચા સાથે દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક યોજી હતી. ગુજરાત રાજ્યનું રાજકીય તાપમાન જાણવા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ સમયાંતરે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હાલ ચૂંટણીની કોઈ તારીખ જાહેર થઈ નથી. પણ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે એમ વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત વધતી જશે. મતદાનની ટકાવારી અંગે વાત કરવામાં આવે તો 49 ટકા મતદાતાઓ ભાજપને સમર્થન આપે છે. જ્યારે કોંગ્રેસને 41.5 ટકા લોકો સમર્થન આપે છે.

સરકાર બદલાઈ ગઈ: કોંગ્રેસે આ પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બરોબરની ટક્કર મારી હતી. મજબુત મનાતા વિસ્તાર અને વર્ષોથી ગઢ મનાતી બેઠકો પર ભાજપ વિજય વાવટા લહેરાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ગુજરાતમાં ભાજપે મુખ્યપ્રધાન સહિત આખી સરકાર બદલી નાંખી છે. હવે ભાજપનો ટોર્ગેટ 150 બેઠકો પર જીત મેળવવાનો છે.

ABOUT THE AUTHOR

...view details