નવી દિલ્હીઃ લુધિયાણામાં થયેલા બ્લાસ્ટને લઈને ગુરુવારે જ્યાં બીજેપીએ પંજાબના CMના નિવેદનને ઘેર્યું હતું ત્યાં હવે બીજેપી નેતા નવજોત સિંહ સિદ્ધુ તેમના નિવેદનને લઈને તેમના પર નિશાન સાધી રહ્યા છે. બીજેપી નેતામનજિંદર સિંહ સિરસાએ સિદ્ધુના નિવેદનને બેજવાબદારી ભર્યું નિવેદન ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, સિદ્ધુ દ્વારા આપવામાં આવેલ નિવેદન સમાજમાં સાંપ્રદાયિક નફરત પેદા કરશે.
દેશભરના શીખોને પણ જોખમ
સિદ્ધુએ તેમના એક નિવેદનમાં લુધિયાણામાં બોમ્બ વિસ્ફોટ (Sidhu reacted to the bomb blast in Ludhiana)પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ એક સમુદાયને ડરાવવા માટે અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સિરસાએ જણાવ્યું હતું કે, સિદ્ધુએ જાણી જોઈને તેને સાંપ્રદાયિક નફરતનો વિષય બનાવ્યો છે. આનાથી દેશભરના શીખોને પણ જોખમ છે.
પંજાબના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને વિસ્ફોટ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું
સિદ્ધુના નિવેદન પર બોલતા બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ વધુમાં જણાવ્યું હતું કે, સિદ્ધુ પાકિસ્તાન અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને બચાવવા માટે આવું નિવેદન આપી રહ્યા છે કારણ કે, બીજી તરફ પંજાબના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને પણ આ વિસ્ફોટ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. ત્યાર બાદ જ સિદ્ધુનું આવું નિવેદન આવ્યું છે.
એક ખાસ સમુદાયને હેરાન કરવાનું ષડયંત્ર
સિરસાએ જણાવ્યું હતું કે, તેઓ નવજોત સિંહ સિદ્ધુને યાદ કરાવવા માંગે છે કે, તેમની પાર્ટીની આ નીતિ નવી નથી, પરંતુ કોંગ્રેસ 80ના દાયકાથી આવી જ નીતિ અપનાવી રહી છે. એક ખાસ સમુદાયને હેરાન કરવાનું ષડયંત્ર છે, જેની પાછળ સ્પષ્ટપણે ગાંધી પરિવારનો હાથ છે. આ નબળી રાજનીતિનું ઉદાહરણ છે જે સિદ્ધુ બતાવી રહ્યા છે જે ખૂબ જ શરમજનક છે.
આ પણ વાંચો:Manjinder Singh Sirsa Joins BJP: મનજિંદર સિંહ સિરસા ભાજપમાં સામેલ, DSGMC અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
આ પણ વાંચો:કરતારપુર પહોંચેલા નવજોત સિદ્ધુએ વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા 'મોટા ભાઈ', અમિત માલવિયાનું ટ્વિટ