- રાફેલ ડીલ પર ભાજપ પર કોંગ્રેસ કર્યા પ્રહારો
- ભાજપે કોંગ્રેસના પ્રહાર પર આપ્યો વળતો જવાબ
- કોની સરકારમાં આ ડીલ થઈ હતી : પાત્રા
નવી દિલ્હી :રાફેલ ડીલ (RAFALE DEAL SCAM) પર વિપક્ષના હોબાળા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ (BJP ON RAFALE DEAL) વળતો પ્રહાર કરતા કહ્યું કે, 2013 પહેલા આ ડીલ માટે 65 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કોની સરકારમાં આ ડીલ થઈ હતી, તે જાણ થઈ ગઈ છે.
આ લાંચ 2007 થી 2012 વચ્ચે થયેલી રાફેલ ડીલમાં આપવામાં આવી હતી.
આ પણ વાંચો:રાફેલ ડીલને લઇને ફ્રેન્ચ મેગેઝિન મીડિયાપાર્ટે કર્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો
મીડિયાને સંબોધતા સંબિતે કહ્યું હતું કે, કોંગ્રેસ કમિશન વિના કંઈ કરતી નથી. કોંગ્રેસે કમિશનના રેકોર્ડ તોડ્યા છે.
સંબિત પાત્રાએ કહ્યું કે, ઈટાલીના રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ - તમે અને તમારી પાર્ટીએ આટલા વર્ષો સુધી રાફેલને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કેમ કર્યો ? આજે ખુલાસો થયો છે કે તેમની સરકાર હેઠળની પાર્ટીએ 2007 અને 2012 વચ્ચે રાફેલમાં આ કમિશન લીધું હતું, જેમાં વચેટિયાનું નામ પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો:રાફેલ ડીલ માટે દલાલોને કમિશન ચૂકવાયું છે: રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસ રાફેલ ડીલમાં લાંચ લેવાના આરોપોને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી ચૂકી છે. કોંગ્રેસે કહ્યું હતું કે, રાફેલ દેશનું સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ છે. કોંગ્રેસે કહ્યું કે, રાફેલમાં લાંચને ઢાકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.