- પંજાબના ખેડૂતોમાં ખેતી કાયદાઓને લઇ ભાજપનો ભારે વિરોધ
- ભાજપના કોઇપણ કાર્યક્રમ હોય ત્યાં થઇ રહ્યો છે વિરોધ
- પંજાબ ભાજપ પ્રવક્તા કાહલોને કર્યું ખેડૂતો અંગે નિવેદન
જલંધર : એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલા ત્રણ કાયદાઓને લઈને પંજાબના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં પણ ભાજપની બેઠક કે કાર્યક્રમ હોય છે ત્યાં ધરણા કરીને ભાજપને કાર્યક્રમ કરતાં અટકાવી રહ્યાં છે. આને જ કારણે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના જલંધરમાં કાર્યાલયમાં રાજ્યના પ્રવક્તા હરમિન્દરસિંહ કાહલોનના સન્માનમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, તો ત્યાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું.
ખેડૂતો માટે કંઈ ખોટું લખવામાં આવ્યું નથીઃ કાહલોન
બીજીબાજુ ભાજપના પ્રદેશ પ્રવક્તા હરમિન્દરસિંહ કાહલોને ખેડૂતોની વિરોધ કાર્યવાહી જોતાં તેમની પાર્ટીને સ્વીકૃતિ આપતાં કહ્યું કે તેમણે આ ત્રણેય કાયદાઓ ખૂબ જ કાળજીપૂર્વક વાંચ્યાં છે અને તેમાં ક્યાંયપણ ખેડૂતો માટે કંઈ ખોટું લખવામાં આવ્યું નથી. કાહલોને પોતાના ભાષણમાં ત્યાં સુધી કહ્યું કે જે સામ્યવાદીઓ અને ખેડૂતો ફુરસદમાં છે ત્યાં આજે પણ ભાજપની સભા છે ત્યાં વિરોધ કરી રહ્યાં છે, એક ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે આ તો વડાપ્રધાન છે કે જેઓ કંઇ બોલતાં નથી. જો હું તેમની જગ્યાએ હોત તો ખેડૂતોને ડંડા મારીને જેલમાં નાખવાનું કહેત.
આ પણ વાંચોઃ 2022ની વિધાનસભા ચૂંટણીમાં UP સહિત 4 રાજ્યોમાં સરકાર બનાવી શકે છે ભાજપ: સર્વે
આ પણ વાંચોઃ ખેડૂત ખેતી છોડી આંદોલન કરવા મજબૂર : રાકેશ ટિકૈત