- પાર્ટીના બિહાર એકમે ચૂંટણી દરમિયાન કુલ 28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા
- ચાર્ટર્ડ પ્લેન પર રૂપિયા 24.07 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો
- કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચની કોઈ મર્યાદા નથી
ન્યુ દિલ્હી: બીજેપીએ વર્ષ 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેના કેન્દ્રિય મુખ્યાલયના ખાતામાંથી આશરે રૂપિયા 26.7કરોડ ખર્ચ કર્યા હતા, જેમાં પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા, રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ જેવા સ્ટાર પ્રચારકોની મુલાકાત લેવા માટે ચાર્ટર્ડ પ્લેન પર રૂપિયા 24.07 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃબિહારની ચૂંટણી માટે ભાજપે 27 ઉમેદવારોના નામની પ્રથમ યાદી કરી જાહેર
ઉમેદવારોને આર્થિક સહાય તરીકે 16.5 કરોડ ખર્ચ કર્યા હતા
ચૂંટણી પંચને સુપરત કરવામાં આવેલા ખર્ચ અંગે ભાજપ દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીના બિહાર એકમે ચૂંટણી દરમિયાન કુલ 28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જ્યારે ઉમેદવારોને આર્થિક સહાય તરીકે 16.5 કરોડ ખર્ચ કર્યા હતા.
પક્ષના તમામ ઉમેદવારોને 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા
આ મુજબ પક્ષના તમામ ઉમેદવારોને 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ચુંટણીની ઘોષણાથી માંડીને સમાપ્તિ સુધી પાર્ટીના કેન્દ્રીય મુખ્યાલય અને રાજ્ય એકમ દ્વારા કરવામાં આવતો સમગ્ર ખર્ચ લગભગ 71.73 કરોડ જેટલા થાય છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કુલ સ્વીકૃતિ આશરે 35.83 કરોડ રહી હતી.