- ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
- કોંગ્રેસ દ્વારા સરદાર પટેલનું અપમાન કરાયું હોવાનો આરોપ
- નહેરુની પ્રશંસા કરીને સરદારનું અપમાન કરવામાં આવ્યું : પાત્રા
નવી દિલ્હી : ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એવા અહેવાલોને ટાંક્યા હતા કે, કોંગ્રેસ કાર્યકારી સમિતિના કાયમી સભ્ય અને કાશ્મીરી નેતા તારિક હમીદ કરારાએ જવાહરલાલ નેહરુને જમ્મુ -કાશ્મીરના ભારત સાથે એકીકરણનો શ્રેય આપ્યો અને આરોપ લગાવ્યો હતો કે, પટેલ ખીણ(ઘાટી)ને બહાર રાખવા માંગે છે.
પાત્રાએ કર્રાને લઈને આપ્યો ઠપકો
પાત્રાએ પૂછ્યું હતું કે, જ્યારે કર્રાએ પટેલને અપમાનિત કરી નહેરુની પ્રશંસા કરતા સમયે ભારતના પ્રથમ ગૃહપ્રધાને ખલનાયક તરીકે રજૂ કર્યા હતા, ત્યારે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો હતો ? પાત્રાએ કોંગ્રેસ પર સુભાષચંદ્ર બોઝ, પટેલ અને હિન્દુત્વના વિચારક વીર સાવરકર જેવા નેતાઓનું સતત અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને પૂછ્યું કે શું કર્રાને ઠપકો આપવામાં આવ્યો છે? શું તેને CWC માંથી કાઢી મૂકવામાં આવશે?
CWC એ જે કર્યું તે પાપ છે. : કોંગ્રેસ