નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના (hamid ansari with pakistani journaist) પાકિસ્તાની પત્રકાર સાથેના કથિત સંબંધોના મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે ભારતમાં એક કોન્ફરન્સ (nusrat mirza hamid ansari) દરમિયાન જોવા મળ્યો હતો. હામિદ અંસારીની ઓફિસે આ વાતને નકારી કાઢી છે. તેમના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ તેમના જૂના નિવેદન પર અડગ છે. તેણે કહ્યું હતું કે, તે પાકિસ્તાની પત્રકારને ક્યારેય મળ્યો નથી.
આ પણ વાંચો:11 વર્ષની છોકરીની લગ્ન થયા આટલી ઉંમરના યુવક જોડે અને પછી...
અંસારીના આમંત્રણ પર ભારત આવ્યો: નોંધનીય છે કે, પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ ( bjp releases photo of hamid ansari) દાવો કર્યો હતો કે તે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના કાર્યકાળ દરમિયાન પાંચ વખત ભારતની મુલાકાતે આવ્યાં હતા અને તેણે (hamid ansari statement on pakistani journo) પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) પાસેથી સંવેદનશીલ ગુપ્ત માહિતી મેળવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મિર્ઝાના ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપમાં તે દાવો કરતા જોઈ શકાય છે કે, તે અંસારીના આમંત્રણ પર ભારત આવ્યો હતો અને તેને મળ્યો પણ હતો. અન્સારીએ જો કે મિર્ઝાના દાવાઓને "જૂઠાણાનું બંડલ" ગણાવીને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, તેઓ ક્યારેય પત્રકારને મળ્યા નથી કે તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું નથી.
પાકિસ્તાની પત્રકારને ભારતમાં આમંત્રણનો આરોપ: હામિદ અંસારીએ મૌન તોડતાં કહ્યું કે, મેં તેમને ન તો ફોન કર્યો છે અને ન તો મળ્યો છે. મીડિયાના એક વર્ગમાં મારી વિરુદ્ધ જુઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ભાજપના સત્તાવાર પ્રવક્તાનો પણ સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિદેશી મહેમાનોને આમંત્રિત કરવાની પ્રક્રિયા સરકારની સલાહ પર કરવામાં આવે છે અને તેમાં મુખ્યત્વે વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે. ભાજપે ભૂતકાળમાં મિર્ઝાના દાવાને ટાંકીને કહ્યું હતું કે, અંસારીએ તેમની સાથે ઘણી "સંવેદનશીલ અને અત્યંત ગોપનીય" માહિતી શેર કરી હતી. ભાજપે અન્સારી પર પાકિસ્તાની પત્રકારને ભારતમાં આમંત્રણનો આરોપ પણ લગાવ્યો હતો. મિર્ઝાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેણે ISIને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી.