ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ યૂંટણીઃ ભાજપે સબરીમાલા અને લવ જેહાદ પર કાનૂન બનાવવાનો વાયદો કર્યો - keral election news

કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે સબરીમાલા મંદિર મામલાને ચૂંટણી મુદ્દો બનાવવાની સાથે મતદાતાઓને રીઝવવા માટે રાજ્યમાં લવ જેહાદની સામે કાનૂન બનાવવા માટેનું વચન આપ્યું છે.

કેરળ યૂંટણીઃ ભાજપે સબરીમાલા અને લવ જેહાદ પર કાનૂન બનાવવાનો વાયદો કર્યો
કેરળ યૂંટણીઃ ભાજપે સબરીમાલા અને લવ જેહાદ પર કાનૂન બનાવવાનો વાયદો કર્યો

By

Published : Mar 29, 2021, 8:57 PM IST

  • કેરળમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ
  • સબરીમાલા મંદિર ફરી એકવાર વિરોધનું કેન્દ્ર બની શકે છે
  • ભાજપે લવ જેહાદ પર કાનૂન બનાવવાનું વચન આપ્યું

કાસરગોડઃકેરળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સબરીમાલા મંદિર અને લવ જેહાદને મુદ્દો બનાવ્યો છે. ભાજપે વચન આપ્યું છે કે જો ભાજપ સત્તા પર આવશે તો સબરીમાલા મુદ્દે અને લવ જેહાદ પર કાનૂન બનાવશે. કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેંદ્રને એક જનસભાને સંબોધિત કરતા આક્ષેપ કર્યો હતો કે CPM અને મુખ્યપ્રધાન પી વિજયને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મુદ્દે એક પગલું ઉઠાવી રહી છે. તેમણે જણાવ્યું હતુ કે હાલની પરિસ્થિતિમાં સબરીમાલા ફરી એકવાર વિરોધનું કેન્દ્ર બની શકે છે.

આ પણ વાંચોઃસબરીમાલા મંદિર 16 ઓક્ટોબરે માસિક પાંચ દિવસીય પૂજા અર્ચના માટે ખુલશે

રાજ્યમાં ડાબેરીઓની સરકાર સત્તામાં હશે ત્યાં સુધી સબરીમાલા સુરક્ષિત નથીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ

ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતુ કે રાજ્યમાં ડાબેરીઓની સરકાર સત્તામાં હશે ત્યાં સુધી સબરીમાલા સુરક્ષિત નથી. સુરેંદ્રને જણાવ્યું હતુ કે મુખ્યપ્રધાન પી વિજયન સબરીમાલા મંદિર માટે વિનાશક બની રહ્યા છે અને તેઓ સબરીમાલાને ફરીથી યુદ્ધનું મેદાન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે ગત અઠવાડીયે કેરળ વિધાનસભાની ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આમાં સબરીમાલા માટે કાનૂન અને લવ જેહાદની સામે કાનૂનની સાથે સાથે પરિવારના એક સભ્યને રોજગારી તથા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક લેપટોપ આપવા સહિતના ઘણા વચનો કર્યા છે.

આ પણ વાંચોઃઆજથી ખુલશે સબરીમાલા મંદિર, શ્રદ્ધાળુઓએ બતાવવો પડશે કોરોના રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details