પટનાઃ બિહારમાં જે. પી. નડ્ડા INDIA Alliance પર જોરદાર વરસ્યા હતા. નડ્ડાનો આ બિહાર પ્રવાસ અગત્યનો મનાય છે કારણ કે બિહારમાં અત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીનું ભૂત ધૂણી રહ્યું છે. નડ્ડાએ પ્રાદેશિક પાર્ટીઓ ખતમ થઈ જશે તેવી ભવિષ્યવાણી કરીને INDIA Alliance પર વાકપ્રહાર કર્યા હતા. પટનામાં કૈલાશપતિ મિશ્રની 100મી જન્મજયંતિ પ્રસંગે પ્રવચન આપતી વખતે નડ્ડાએ નીતિશ સરકારને વખોડી કાઢી હતી.
J.P. Nadda on INDIA Alliance: બિહારમાં જે. પી. નડ્ડાએ INDIA Alliance પર કર્યા આકરા વાકપ્રહાર - બિહાર સરકાર
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા બિહારના પ્રવાસે છે. તેમણે INDIA Alliance સંદર્ભે પ્રાદેશિક પાર્ટીઓ પર વાકપ્રહાર કર્યા હતા. તેમજ પ્રાદેશિક પાર્ટીઓ ખતમ થઈ જશે તેવી ભવિષ્યવાણી કરી છે. વાંચો જે.પી. નડ્ડાના INDIA Alliance પર વાકપ્રહાર વિશે વિગતવાર
Published : Oct 5, 2023, 7:40 PM IST
નડ્ડાના વાકપ્રહારઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બિહારની ભૂમિ પર INDIA Alliance પર કટાક્ષો અને વાકપ્રહાર કર્યા હતા. તેમણે INDIA Allianceના ત્રણ આધારસ્તંભો વિશે જણાવ્યું હતું. જેમાં તેમણે પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને મતોના ધૃવિકરણનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાદેશિક પાર્ટીઓ પહેલા પ્રાદેશિક બને છે અને પછી પરિવારની પાર્ટી બની જાય છે, પરંતુ ભારતનું પ્રજાતંત્ર પરિવારવાદને ક્યારેય મહત્વ નહીં આપે. ભારતનું પ્રજાતંત્ર વિચારધારાને સમર્થન આપે છે. તેથી જ પરિવારવાદ ચલાવતી પાર્ટીનું ખતમ થઈ જવું આવશ્યક અને નિશ્ચિત છે. હવે ભાજપ એક પણ પક્ષની મદદ લીધા વિના ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર બનાવશે.
INDIA Alliance: આ ગઠબંધનમાં કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, એનસીપી(શરદ પવાર), જેડીયુ, આરજેડી સહિત કુલ 28 પક્ષો સામેલ છે. આ દરેક પ્રાદેશિક પાર્ટીઓએ ભેગા થઈને INDIA Alliance બનાવ્યું છે. આ ગઠબંધનનો હેતુ એ છે કે લોકસભા ચૂંટણીમાં જે તે પ્રદેશમાં જે પાર્ટીનો પ્રભાવ વધુ હોય તેનો ઉપયોગ કરી નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં ટક્કર આપી શકાય. બેંગાલુરૂમાં આ ગઠબંધનની બેઠકમાં રાહુલ ગાંધીએ INDIA Alliance નામ આપ્યું હતું. આ નામની સત્તાવાર જાહેરાત કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. અત્યારે INDIA Alliance પાસે પટના સહિત ત્રણ લોકસભા બેઠકો છે.