ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળ ચૂંટણી પર ભાજપનું ઘોષણાપત્ર, KGથી લઈને PG સુધી છોકરીઓ માટે નિ: શુલ્ક શિક્ષણ - ભાજપનું ઘોષણાપત્ર

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. કલકત્તામાં પાર્ટી કાર્યાલય ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું.

West Bengal manifesto
West Bengal manifesto

By

Published : Mar 22, 2021, 10:19 AM IST

Updated : Mar 22, 2021, 12:11 PM IST

  • ભાજપ સરકાર બન્યા બાદ ઘોષણાપત્ર પર સરકારો ચાલવા લાગી
  • દર વર્ષે માછીમારોને 6 હજાર રૂપિયા આપવામાં આવશે
  • મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા અનામત આપવાનું વચન

કલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. કલકત્તામાં પાર્ટી કાર્યાલય ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. ભાજપે રાજ્યની મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા અનામત આપવાનું વચન આપ્યું હતું.

ભાજપ સરકાર બન્યા બાદ ઘોષણાપત્ર પર સરકારો ચાલવા લાગી

આ પ્રસંગે શાહે કહ્યું કે, ઘોષણાપત્ર ઘણા વર્ષોથી એક પ્રક્રિયા બનીને જ રહી ગયું છે. જ્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી જ ઘોષણાપત્રનું મહત્વ વધવાનું શરૂ થયું, કારણ કે ભાજપ સરકાર બન્યા બાદ ઘોષણાપત્ર પર સરકારો ચાલવા લાગી.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે

બંગાળ અનેક મોરચે દેશનું નેતૃત્વ કરે છે

શાહે કહ્યું કે સદીઓથી બંગાળ અનેક મોરચે દેશનું નેતૃત્વ કરે છે. ભલે તે આધ્યાત્મિક, વિજ્ઞાન, રાજકારણ, સમાજ સુધારણા, શિક્ષણ કે આર્ટ્સ ક્ષેત્ર હોય. બંગાળ દરેક ક્ષેત્રમાં આગળ હતું.

ઘોષણાપત્ર ફક્ત ઘોષણા નહીં પાર્ટીનો સંકલ્પ

તેમણે કહ્યું કે ઘોષણાપત્ર ફક્ત ઘોષણાઓ નથી, પરંતુ તે વિશ્વની સૌથી મોટી પાર્ટીનો સંકલ્પ છે, દેશના 16થી વધુ રાજ્યોમાં જેમની સરકાર છે તે પક્ષનો, આ સંકલ્પ છે સંપૂર્ણ બહુમતી સાથે સળંગ બે વાર બનેલી સરકારનો.

આ પણ વાંચો: બંગાળ ચૂંટણી: તૃણમૂલ જાહેર કરશે ઘોષણા પત્ર, ત્રણ વખત સ્થગિત થઈ ચૂક્યો છે કાર્યક્રમ

ઘોષણાપત્રની મુખ્ય વાતો:

  • બંગાળમાં આયુષ્માન યોજનાનો લાભ મળશે
  • KGથી લઈને PG સુધી છોકરીઓ માટે નિ: શુલ્ક શિક્ષણ
  • બંગાળમાં ત્રણ નવા એઇમ્સ બનાવવાનું વચન
  • જાહેર પરિવહનમાં તમામ મહિલાઓ માટે મફત મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવશે
  • દર વર્ષે માછીમારોને 6 હજાર રૂપિયા આપવામાં આવશે
  • રાજ્યની મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા અનામત આપવાનું વચન
  • નોબલ પુરસ્કારની તર્જ પર ટાગોર એવોર્ડ શરૂ કરવાનું વચન
  • સરહદ સુરક્ષા પ્રણાલીને મજબૂત બનાવવાનું વચન
  • બંગાળમાં સિંગલ વિંડો સિસ્ટમ લાગુ થશે
  • કેબીનેટની પ્રથમ બેઠકમાં CAA લાગુ કરવાનું વચન
Last Updated : Mar 22, 2021, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details