- આસામ અને બંગાળમાં પ્રથમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે
- BJP સરકાર ટિકિટ ન મળનારને પણ ખુશ કેમ રાખવા તે માટે તૈયાર કરી રહી છે પ્લાન "બી"
- પાંચેય રાજ્યોમાં PMની રેલીની સૌથી વધુ ડિમાન્ડ
નવી દિલ્હી: જ્યાં આસામ અને બંગાળમાં પ્રથમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં ભાજપે તે બેઠકો પરના ઉમેદવારોની સૂચિ લગભગ તૈયાર કરી લીધી છે અને તેને 4 માર્ચના રોજ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં અંતિમ મહોર મળી શકે છે. ઉમેદવારોની તપાસ માટે મંગળવારે ભાજપની બંગાળ કોર કમિટીની બેઠક મળી હતી.
ઉમેદવારો સાથે સમાધાન કરવા નથી માગતી ભાજપ
ભાજપ કોઈપણ કિંમતે યોગ્ય ઉમેદવારોની પસંદગી અંગે સમાધાન કરવા માગતી નથી અને તેથી જ પાર્ટીએ દરેક બેઠક પર 2-2 સર્વે કરાવ્યા છે. આ સર્વેક્ષણમાં પ્રત્યેક બેઠક માટે 3-3 ઉમેદવારોના નામ નક્કી કરી કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે અને ચૂંટણી સમિતિમાં વડાપ્રધાન સહિતના તમામ વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નામ નક્કી કરવામાં આવશે.પાર્ટીના અંદરના લોકોનું કહેવું છે કે, તેમાં હાલના ધારાસભ્યોના નામ પસંદ કરવામાં આવશે.