- ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ફરી વખત TMC માં જોડાયા
- TMC ભવન ખાતે પાર્ટીના ઉચ્ચ નેતાઓ સાથે ચાલી રહી હતી બેઠક
- બેઠક બાદ Mamta Banerjee એ કર્યું સંબોધન
કોલકાતા/ન્યૂ દિલ્હી : ભાજપના નેતા મુકુલ રોય (BJP Leader Mukul Roy) તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયા છે. પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamta Banerjee) અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે TMC ભવન ખાતે યોજાયેલી બેઠક બાદ મુકુલ રોયની TMC માં ઘરવાપસીની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
પક્ષ પલટો કરનારા સંખ્યાબંધ નેતાઓ ઘરવાપસીની ફિરાકમાં
ભાજપના નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય (BJP Leader Mukul Roy) TMC માં જોડાયા છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Elections 2021) ના પરિણામો બાદ TMC માંથી પક્ષપલટો કરીને અન્ય પાર્ટીઓમાં જનારા સંખ્યાબંધ નેતાઓએ ફરી વખત TMC માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહા અને દિપેંદુ વિશ્વાસનો પણ સમાવેશ થાય છે.
અગાઉ TMC ના મહાસચિવ હતા મુકુલ રોય
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અભિષેક બેનર્જી 2 જૂનના રોજ ભાજપના નેતા મુકુલ રોય (BJP Leader Mukul Roy) ની બિમાર પત્નીને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારબાદ પશ્ચિમ બંગાળના રાજનૈતિક સમીકરણોમાં ફેરફાર થઈ શકવાની અટકળો વાયુવેગે પ્રસરી હતી. મુકુલ રોય ભાજપમાં જોડાયા તે પહેલા તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ હતા. તાજેતરમાં જ મહાસચિવ તરીકેનો પદભાર અભિષેક બેનર્જીને સોંપવામાં આવ્યો હતો. જોકે, તેમની ઘરવાપસી બાદ તેમને ક્યો હોદ્દો આપવામાં આવે છે તે જોવું રહ્યું...