નવી દિલ્હીઃકર્ણાટકની ચૂંટણીને લઇને રાજનેતાઓ હવે રાજનીતિના મેદાનમાં છે. એકબીજા પર આક્ષેપ કરવા એ તો રાજનીતિ છે. પરંતુ એમાં પણ સત્તામાં રહેલા નેતાઓ ઉપર આક્ષેપ કરવામાં આવે ત્યારે તો હડકંપ મચી જાઇ છે. કર્ણાટકના કલબુર્ગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખડગેએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પ્રધાનમંત્રીને 'ઝેરી' કહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે, સાથે જ માફી માંગવાની પણ માંગ કરી છે.
દેશની માફી માંગે:આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનને 'મોતના વેપારી', 'વીંછી' 'નીચ' અને 'ચાયવાલા' જેવા નામોથી સંબોધતા રહ્યા છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનનું આ નિવેદન કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન આવ્યું છે, જેનું વર્ણન છે. ભારતીય જનતા પાર્ટીએ માંગ કરી છે કે તે દેશની માફી માંગે.અત્યંત નિંદનીય: આ મુદ્દે ETV ભારત સાથે વાત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા કેકે શર્માએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું આ નિવેદન અત્યંત નિંદનીય છે. તેઓ તેની નિંદા કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ અને દેશની સામે જાહેરમાં માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો SWAGAT Week Celebration: ઓનલાઈન સ્વાગત માં રજૂઆત બાદ પુન: નિયુક્તિ કરાઈ