ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જે.પી.નડ્ડાએ સોનાર બાંગ્લા અભિયાન લોન્ચ કર્યું, કહ્યું- ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ યુક્ત બંગાળ બનાવીશું - કોલકાતા મુલાકાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ આર્મ્ડ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં શહીદ મંગલ પાન્ડે સ્તંભ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ સાથે લોક્ખો સોનાર બાંગ્લા બુદ્ધિજીવી વર્ગની એક બેઠકને પણ સંબોધન કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સોનાર બાંગ્લા અભિયાન લોન્ચ કર્યું, કહ્યું, ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ યુક્ત બંગાળ બનાવીશું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સોનાર બાંગ્લા અભિયાન લોન્ચ કર્યું, કહ્યું, ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ યુક્ત બંગાળ બનાવીશું

By

Published : Feb 25, 2021, 3:53 PM IST

  • બંગાળના વિકાસ માટે બધાનો સાથ જોઈશેઃ જે.પી.નડ્ડા
  • બંગાળમાં આપણને મૌલિક આવશ્યકતાઓ મળી નથીઃ નડ્ડા
  • બંગાળના સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પહોંચાડાશેઃ નડ્ડા

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બંગાળમાં સોનાર બાંગ્લા અભિયાન લોન્ચ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, ભાજપ બંગાળના વિકાસ માટે કામ કરવા માગે છે. બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માટે તમારા બધાનો સાથ જોઈએ છે.

વિકાસની વસ્તુઓ બંગાળમાં પહોંચી જ નથી રહીઃ જે.પી.નડ્ડા

જે.પી.નડ્ડાએ કહ્યું કે, આઝાદીના આટલા વર્ષો પછી પણ બંગાળમાં આપણને મૌલિક આવશ્યકતાઓ મળી નથી. આ કેવું બંગાળ બનાવી દીધું. વિકાસની વસ્તુઓ બંગાળમાં પહોંચતી જ નથી. બંગાળમાં વિકાસની વસ્તુઓને પહોંચાડવી એ અમારી જવાબદારી છે. અમે બંગાળને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું. બંગાળમાં ગેરકાયદે ચાલતી કોલસાની ખાણને રોકીશું. સિન્ડિકેટના ધંધાને પણ સંપૂર્ણ રીતે બંધ કરીશું. અમે બંગાળના સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પહોંચાડવાનો પ્રયાસ કરીશું.

બંગાળમાં મમતા બેનર્જીએ ડોક્ટરોને ધમકાવી રાખ્યા છેઃ જે.પી.નડ્ડા

જે.પી.નડ્ડા ભ્રષ્ટાચાર મુક્ત, વિકાસયુક્ત બંગાળનું સૂત્ર આપતા જણાવ્યું કે, બંગાળમાં ફરીથી ધંધો વધારવા માટે આપણે સારું વાતાવરણ બનાવવું પડશે. હું જ્યારે આરોગ્ય પ્રધાન હતો, ત્યારે રાજ્ય તરફથી કેન્દ્રને ડેન્ગ્યુ અંગે રિપોર્ટ જ નહતો મોકલવામાં આવ્યો. મમતા બેનર્જીએ ડૉક્ટરોને ધમકાવ્યા હતા. અમે બંગાળમાં એક નવી સંસ્કૃતિ આપવાના છીએ, નો કટ મની. ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ યુક્ત બંગાળ અમે કરીશું.

ABOUT THE AUTHOR

...view details