નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષજેપી નડ્ડાનું (JP Nadda Twitter Hacked) ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે રવિવારે સવારે તેનું એકાઉન્ટ હેક કરીને એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, 'માફ કરશો મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. અહીં રશિયાને દાન આપવા માટે કારણ કે તેમને મદદની જરૂર છે. હેકર્સે પાછળથી પ્રોફાઇલનું નામ પણ બદલીને ICG OWNS INDIA કરી દીધું. જો કે હવે આ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ, 'કેપ્ટન'ની પાર્ટીના ભાગે આવી આટલી સીટો
સાચું કારણ જાણવા માટે ટ્વિટર સાથે વાત કરી રહ્યા છીએ : જેપી નડ્ડા
જોકે હવે તેનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે. જેપી નડ્ડા (JP Nadda Twitter Hacked) તરફથી કહેવામાં આવ્યું છે કે અમે સાચું કારણ જાણવા માટે ટ્વિટર સાથે વાત કરી રહ્યા છીએ. આ પહેલા જેપી નડ્ડા દ્વારા યુપી વિધાનસભા ચૂંટણી 2022ને (UP Assembly Election 2022) લઈને એક ટ્વીટ કરવામાં આવ્યું હતું.
મતદારોને લોકશાહીને મજબૂત કરવા આગળ આવવા વિનંતી : જેપી નડ્ડા
સવારે કરેલા એક ટ્વિટમાં જેપી નડ્ડાએ લખ્યું- 'ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાની તમામ 61 બેઠકોના મતદાતાઓને આજે મારી અપીલ છે કે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને રાજ્યમાં મજબૂત સરકાર બનાવવામાં તેમની ભૂમિકા ભજવે. પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારોને લોકશાહીને મજબૂત કરવા આગળ આવવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો:જેપી નડ્ડા કેમ એવું બોલ્યા કે, અમે કોંગ્રેસનું સપનું પુરૂ કરવા જઈ રહ્યા છીએ !
મતદાનના પાંચમા તબક્કામાં મોટા ચહેરાઓનું ભાવિ દાવ પર
મતદાનના પાંચમા તબક્કામાં જે મોટા ચહેરાઓનું ભાવિ દાવ પર છે તેમાં યુપી સરકારના ડેપ્યુટી મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, યોગી સરકારના પ્રધાન મોતી સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, સિદ્ધાર્થનાથ સિંહ, રમાપતિ શાસ્ત્રી, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય સામેલ છે. કોંગ્રેસના આરાધના મિશ્રા મોના અને જનસત્તા દળના પ્રમુખ રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાની સાથે અપના દળના (સામ્યવાદી) પ્રમુખ કૃષ્ણા પટેલના ભાવિનો પણ આ તબક્કામાં નિર્ણય થવાનો છે.