ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં ભાજપની હાર થવી જ જોઈએઃ યશવંત સિન્હા - પૂર્વ કેન્દ્રિય પ્રધાન

પૂર્વ કેન્દ્રિય પ્રધાન યશવંત સિન્હા હવે તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ કહી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થવી જોઈએ. તો જ દેશવ્યાપી આશ્વાસનનો સંદેશ જશે. સિન્હાએ કહ્યું હતું કે, કોઈ પૂર્વ શરત વિના મમતા બેનરજીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન મમતા બેનરજીની આગેવાનીમાં તેમની પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે બીજી વખત સત્તામાં આવશે. જોકે કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ ફુલસ્તેએ યશવંત સિન્હા પર આક્ષેપ કર્યા હતા.

બંગાળમાં ભાજપની હાર થવી જ જોઈએઃ યશવંત સિન્હા
બંગાળમાં ભાજપની હાર થવી જ જોઈએઃ યશવંત સિન્હા

By

Published : Mar 15, 2021, 11:40 AM IST

  • પશ્ચિમ બંગાળમાં ભાજપ હારશેઃ સિન્હા
  • ભાજપ હારશે તો દેશવ્યાપી સંદેશ જશેઃ સિન્હા
  • પૂર્વ શરત વિના મમતાનું સમર્થન કર્યુંઃ સિન્હા

આ પણ વાંચોઃપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા TMCમાં જોડાયા

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રિય પ્રધાન યશવંત સિન્હા હવે તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ કહી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થવી જોઈએ. તો જ દેશવ્યાપી આશ્વાસનનો સંદેશ જશે. સિન્હાએ કહ્યું હતું કે, કોઈ પૂર્વ શરત વિના મમતા બેનરજીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન મમતા બેનરજીની આગેવાનીમાં તેમની પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે બીજી વખત સત્તામાં આવશે.

આ પણ વાંચોઃધરણા પર બેઠા યશવંત સિંહા, કહ્યું મજૂરોને કંઈ મળ્યું નહીં

બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખી યશવંત સિન્હા TMCમાં જોડાયા

યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે, હું મમતા બેનરજીના હાથને મજબૂત કરવા TMCમાં જોડાયો છું. તેઓ પોતાની લડાઈ લડી રહ્યા છે. તેઓ રાષ્ટ્ર માટે પણ લડી રહ્યા છે. કંધાર વિમાન અપહરણ કેસમાં મમતા બેનરજી પોતાની જાતને અપહરણકર્તાઓને સોંપવા તૈયાર થયાં હતાં. જોકે, વર્ષ 2018માં યશવંત સિન્હાએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને હવે પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવતા તેઓ તૃણમુલમાં જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details