ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપવામાં આવી છે.

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા

By

Published : Feb 11, 2021, 8:49 PM IST

  • મહુઆ મોઇત્રા સામે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ
  • સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ નોટિસ
  • મહુઆ મોઇત્રા છે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્ધ કરેલી ટિપ્પણી માટે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપવામાં આવી છે. ભાજપના સાંસદ નિશીકાંત દુબે અને પીપી ચૌધરીએ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ લોકસભામાં વિશેષાધિકાર ભંગ કરવાના પ્રસ્તાવ માટે નોટિસ આપી હતી.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના આચરણ અંગે ગૃહમાં ટીપ્પણી કરી હતી

આ નોટિસ તેમને ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસના આચરણના સંબંધમાં તેમના પ્રતિકૂળ નિવેદન માટે આપવામાં આવી છે. ગૃહના અધ્યક્ષને લખેલા પત્રમાં, ભાજપના બંને નેતાઓએ જણાવ્યું છે કે, 8 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ અંગેના પોતાના ભાષણમાં એક પ્રતિકૂળ નિવેદન આપ્યું હતું. તેમણે ફરજોના નિર્વહનમાં ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના આચરણ અંગે ગૃહમાં ટીપ્પણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details