ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tripura BJP MLA: ત્રિપુરામાં ભાજપના MLA વિધાનસભામાં પોર્ન વીડિયો જોતા નજરે પડ્યા - બાગબાસાના છે ધારાસભ્ય

ત્રિપુરાના ભાજપના ધારાસભ્ય યાદવ લાલ નાથ વિધાનસભામાં પોર્ન જોતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

BJP MLA VIDEO:
BJP MLA VIDEO:

By

Published : Mar 30, 2023, 4:44 PM IST

Updated : Mar 30, 2023, 6:15 PM IST

અગરતલા: ત્રિપુરા વિધાનસભામાં પોર્ન જોનારા ભાજપના ધારાસભ્ય પર વિધાનસભામાં પોર્ન જોવાનો આરોપ લાગ્યો છે. સામે આવેલી માહિતી પ્રમાણે ધારાસભ્ય યાદવ લાલ નાથ ત્રિપુરામાં વિધાનસભા બિલ્ડિંગની અંદર પોર્નોગ્રાફી જોતા જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્યનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો:Lalit Modi On Rahul Gandhi: રાહુલ ગાંધીને યુકે કોર્ટમાં લઈ જઈશઃ લલિત મોદી

વીડિયો વાયરલ:ત્રિપુરા વિધાનસભા ભવનના એક સૂત્રએ જણાવ્યું કે આ ઘટના સત્રના બીજા દિવસે બની હતી. તે સેશનનો એક વીડિયો ગઈકાલે મોડી રાતથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવું જોવામાં આવ્યું છે કે ભાજપના ધારાસભ્ય યાદવ લાલ નાથ વિધાનસભા સત્ર દરમિયાન સેક્સ્યુઅલ કન્ટેન્ટ જોઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય યાદવ લાલ નાથ હાથમાં ટેબલેટ લઈને વિધાનસભામાં વીડિયોમાં જોઈ રહ્યાં છે.

'શરમજનક' ગણાવ્યું: આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ સ્વાભાવિક રીતે જ મૂંઝાઈ ગયા છે. તેઓએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ વિધાનસભા સત્ર દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિ માટે આવું કૃત્ય કરવું ખૂબ જ 'શરમજનક' ગણાવ્યું હતું. જો કે અનેક પ્રયાસો છતાં, વિધાનસભા અધ્યક્ષ વિશ્વબંધુ સેન અને આરોપી ભાજપના ધારાસભ્ય નાથ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

આ પણ વાંચો:FIR on AIMIM leader in Lucknow: ખોટા સમયે અને ઉલટી દિશામાં નમાજ અદા કરવા બદલ વાયરલ થયેલા AIMIM નેતા પર FIR

બાગબાસાના છે ધારાસભ્ય:યાદવ લાલ નાથ અગાઉ CPIM કાર્યકર હતા તેઓ 2018 પહેલા ભાજપમાં જોડાયા હતા. યાદવનાથે ભાજપમાં જોડાઈને 2018ની ચૂંટણી લડી હતી. જોકે તેઓ સીપીઆઈએમના ઉમેદવાર અને વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર રામેન્દ્રચંદ્ર દેબનાથ સામે ચૂંટણી હારી ગયા હતા. જો કે 2023ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી લડ્યા હતા. ત્રિપુરા ઉત્તર જિલ્લાના બાગબાસા વિધાનસભા મતવિસ્તારમાંથી જીતીને તેઓ ધારાસભ્ય બન્યા.

Last Updated : Mar 30, 2023, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details