નવી દિલ્હીઃપંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામીનો મામલો (PM Security Breach Punjab) જોર પકડી રહ્યો છે. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ધારાસભ્યો સહિત તમામ નેતાઓ શુક્રવારે રાજઘાટ અને ડો. આંબેડકરની પ્રતિમા પાસે બેસીને બે કલાકનું મૌન પાળશે. આ સાથે ભાજપની ટોચની નેતાગીરી પોતપોતાના રાજ્યોના રાજ્યપાલને વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિ અને કોંગ્રેસ વિરુદ્ધ મેમોરેન્ડમ આપશે. આ સિવાય ભાજપ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખશે.
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના રાજીનામાની માગ ઉઠી
ગુજરાત અને ગોવામાં ભાજપનું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાજ્યપાલને મળ્યું હતું. ગુજરાત અને ગોવામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રતિનિધિમંડળો ગુરુવારે રાજ્યપાલોને મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલે કડક પગલાં લેવાની માગ કરી હતી. ગુજરાતમાં સત્તારૂઢ ભાજપનું એક પ્રતિનિધિમંડળ તેના રાજ્ય એકમના પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું અને આ સંદર્ભે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. બીજેપીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પ્રતિનિધિમંડળનો એક ભાગ હતા.
કોંગ્રેસ અને તેની ટોચની નેતાગીરીની પણ ટીકા કરાઈ