- પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી આપત્તિજનક વિસ્તાર રૈની અને તપોવન પહોંચ્યાં
- ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટમાં ગુમ થયેલા લોકોની અધિકારીઓ પાસેથી માહિતી એકઠી કરી
- ઉમા ભારતીએ કહ્યું કે, 'ગૌરા દેવીની ભૂમિમાં આ વિનાશક પૂરથી તે ખૂબ જ દુ:ખી છું.'
ચમોલી (ઉત્તરાખંડ): પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી આપત્તિજનક વિસ્તાર રૈની અને તપોવન પહોંચ્યા હતા. જ્યાં તે આપત્તિથી પ્રભાવિત લોકોને મળ્યાં હતાં. ઉમા ભારતી રૈની પાસે પહોંચી અને પહેલા બીઆરઓ દ્વારા બાંધવામાં આવતા મોટર બ્રિજના નિર્માણ વિશે પૂછપરછ કરી હતી. આ સાથે તેમણે ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટમાં ગુમ થયેલા લોકો વિશે અધિકારીઓ પાસેથી માહિતી પણ એકઠી કરી હતી. તે પછી ઉમા ભારતી ગૌરા દેવીના સ્મારક સ્થળે પહોંચી અને પુષ્પો અર્પણ કર્યા હતા. સ્થાનિક મહિલાઓએ ઉમા ભારતીએ સર્ચ ઓપરેશનમાં વિલંબ કરતાં નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, કોઈ તેમની વાત સાંભળતું નથી. ઉમા ભારતીએ લોકોને સમજાવતી વખતે કહ્યું કે, તે આ સમગ્ર મામલે ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્ર સરકાર સાથે વાત કરશે.