- ભાજપના નેતાએ મમતા બેનર્જી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમમતા બેનર્જી મુંબઈના પ્રવાસે
- CM મમતા બેનર્જી નીચે બેસીને અધવચ્ચે રાષ્ટ્રગાન છોડી દીધું હતું
- ભાજપ હટાવો, દેશ બચાવોઃ CM મમતા બેનર્જી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ ફરિયાદ(Complaint Against CM Mamata Banerjee) દાખલ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ફરિયાદમાં કહ્યું છે કે મમતા બેનર્જીએ બેસીને રાષ્ટ્રગીત ગાયું અને તેનું અપમાન કર્યું. ઉપરાંત આપને જણાવી દઈ કે, પશ્ચિમ બંગાળના CM મુંબઈ પ્રવાસ (Mamata Banerjee Mumbai Visit) પર છે.
મળતી માહિતી મુજબ, મુંબઈના ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોલીસને ફરિયાદ કરી છે કે CM મમતા બેનર્જી નીચે બેસીને રાષ્ટ્રગીત ગાયન કર્યું હતું છે અને તેનું અપમાન કર્યું છે. આ ઉપરાંત મમતા બેનર્જીએ રાષ્ટ્રગાન(mamata banerjee sings the national anthem) માત્ર ક્ષણવાર ગાન કરીને અચાનક બંધ કરી દીધું હતું. તેને લઈને મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મમતા બેનર્જીએ ભાજપ સામે એક થઈને લડવાની વાત કરી
મમતા બેનર્જીએ બુધવારે NCPના વડા શરદ પવાર સાથે મુલાકાત(mamata banerjee sharad pawar Visit) કરી હતી અને કોંગ્રેસ નેતૃત્વ પર આકરા પ્રહારમાં, ભાજપ સામે એક થઈને લડવાની વાત કરી હતી. જ્યારે બેનર્જીએ ટિપ્પણી કરી હતી કે હવે યુપીએ જેવું કંઈ નથી અને મોટાભાગે વ્યક્તિ વિદેશમાં રહીને કંઈપણ હાંસલ કરી શકતું નથી, પવારે કહ્યું કે નેતૃત્વ એ હાલમાં કોઈ મુદ્દો નથી અને તે ભાજપની વિરુદ્ધ છે. તમામ સમાન વિચારધારાવાળા પક્ષોનું લડાઈમાં સ્વાગત છે.
તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો બીજેપીને હરાવવું સરળ રહેશે