ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kalyan Banerjee mimicry : TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી કરી મિમિક્રી, ઉપરાષ્ટ્રપતિને નિશાન બનાવી કહ્યું કંઈક આવું... - અભિવ્યક્તિની સ્વતંત્રતા

તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી મિમિક્રી કરી આ વખતે ઉપરાષ્ટ્રપતિને ટાર્ગેટ કરતા કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ તો એવી રીતે બોલી રહ્યા છે જાણે કોઈ શાળાનો બાળક વારંવાર ફરિયાદ કરતો હોય. જોકે સામા પક્ષે ભાજપે કહ્યું કે, મમતા બેનર્જી પોતે કલ્યાણ બેનર્જીનું સમર્થન કરી રહી છે, તેથી તેઓ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિની મજાક ઉડાવી રહ્યા છે. TMC MP Kalyan Banerjee Does Mimicry on Vice President

Kalyan Banerjee mimicry
Kalyan Banerjee mimicry

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 4:08 PM IST

નવી દિલ્હી :TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરી છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં એક કાર્યક્રમ દરમિયાન ફરી મિમિક્રી કરતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ સ્કૂલના બાળકની જેમ રડીને ફરિયાદ કરવા લાગ્યા છે. કલ્યાણ બેનર્જીએ એમ પણ કહ્યું કે વ્યંગ કરવો તેમનો અધિકાર છે.

શું હતો મામલો ?ઉલ્લેખનિય છે કે, આ પહેલા કલ્યાણ બેનર્જીએ સંસદ સંકુલમાં ઉપરાષ્ટ્રપતિની નકલ કરી હતી. તે સમયે વિપક્ષના સાંસદો સંસદની સીડી પર પોતાના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારબાદ કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિની નકલ કરીને તીખી ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

ભાજપનો વળતો પ્રહાર :ભાજપે આ ઘટનાની નિંદા કરતા કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જો કોઈ વ્યક્તિ અનકલ્ચર્ડ હોય તો તેને જેલમાં મોકલવામાં આવતો નથી, હા, જનતા ચોક્કસપણે સબક શીખવશે કે કેવી રીતે તેઓ ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિની મજાક ઉડાડે છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, સમગ્ર ઘટના પાછળ ખુદ મમતા બેનર્જી છે અને તે INDIA ગઠબંધનની સહયોગી છે. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી પોતે આવા સાંસદોનું મનોબળ વધારી રહ્યા છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ :રાહુલ ગાંધી અને કલ્યાણ બેનર્જીના વલણ પર સવાલ ઉઠાવતા ભાજપે કહ્યું હતું કે, બંધારણીય પદ ધરાવતા લોકો, જેમાં ખાસ કરીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવી જોઈએ નહીં. જોકે ટીએમસીએ તેનો બચાવ કરતાં કહ્યું કે, મિમિક્રી એક કળા છે અને તેના દ્વારા સાંસદે પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો છે. અન્ય વિપક્ષી સાંસદોએ પણ કહ્યું કે, અમે સરકાર સામે અવાજ ઉઠાવી શકીએ છીએ અને મિમિક્રી માત્ર એક માધ્યમ છે.

  1. 'બિહારીઓ ટોયલેટ સાફ કરે છે...' આ નિવેદન આપીને DMK નેતા દયાનિધિ મારન કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા, કોંગ્રેસે મોકલી કાનૂની નોટિસ
  2. sports ministry suspends wfi : ખેલ મંત્રાલયે સંજય સિંહ સહિત ભારતીય રેસલિંગ ફેડરેશનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કર્યું

ABOUT THE AUTHOR

...view details