- સુરેશ આંગડીની પુત્રી શ્રદ્ધાને ટિકિટ મળવાની હતી ચર્ચા
- ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સતીષ જરકિહોલી સામે સહાનુભૂતિથી મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે઼
- સુરેશ આંગડીની પત્નીને તેમની પુત્રીની જગ્યાએ ટિકિટ અપાઇ
કર્ણાટક :BJP હાઈકમાન્ડે બેલાગવી પેટા ચૂંટણી માટે સ્વર્ગીય કેન્દ્રીય પ્રધાન સુરેશ આંગડીની પત્ની મંગલાને ટિકિટ આપી છે. સુરેશ આંગડીનું મોત કોરોના વાઇરસને કારણે થયું હતું. ભાજપે આંગડી પરિવારને ટિકિટ આપી છે, ત્યારે લોકોમાં આ અંગે ખુશી જોવા મળી છે.
આ પણ વાંચો :પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ- શાહ, યોગી અને મિથુન યોજશે રેલી
ભાજપના ઉમેદવાર મંગલા 29 માર્ચે ઉમેદવારી પત્ર ભરશે
સુરેશ આંગડીની પુત્રી શ્રદ્ધાને ટિકિટ મળવાની હતી, પરંતુ ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સતીષ જરકિહોલી સામે સહાનુભૂતિથી મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણોસર સુરેશ આંગડીની પત્નીને તેમની પુત્રીની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સતીષ જરકિહોલીને ટિકિટ આપી છે. તે 29 માર્ચે KPCCના પ્રમુખ ડી. કે. શિવકુમારની આગેવાની હેઠળ નામાંકન ભરશે. ભાજપના ઉમેદવાર મંગલા પણ 29 માર્ચે ઉમેદવારી પત્ર ભરશે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પા, પ્રધાન જગદીશ શેટ્ટર, ઉમેશ કાઠ્ઠી અને લક્ષ્મણ સવદી ઉપસ્થિત રહેશે. ઉમેદવાર મંગલા આંગડીએ જણાવ્યું કે, હું સુરેશ આંગડીનું સ્વપ્ન પૂર્ણ કરીશ. હું મત વિસ્તારના વિકાસ માટે પાર્ટીના કાર્યકરો સાથે મળીને કામ કરીશ.
આ પણ વાંચો :બંગાળ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ વધુ 13 ઉમેદવારો જાહેર કર્યા