અમદાવાદ:ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારબાદ ગુજરાતના નરેન્દ્ર મોદી રાજકીય ફલક પર ઉભરીને આવ્યા, ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી ભાજપનો એજન્ડા વિકાસ બની ગયો અને ગુજરાત મોડલ દેશ અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું હતું.
2014માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી:ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સમયે વાયબ્રન્ટ ગુજરાત (vibrant gujarat global summit), પતંગોત્સવ (patang utsav in gujarat), નવરાત્રી, નર્મદા ડેમ, રિવરફ્રન્ટ (sabarmati riverfront ahmedabad), સરદાર પટેલનું 182 મીટર ઊંચું સ્ટેચ્યૂ (statue of unity gujarat), વિદેશી રોકાણ વગેરે બાબતોમાં ગુજરાત નંબર વન બન્યું. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પછી દેશના નેતા બન્યા અને ભારતીય જનતા પક્ષ નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં ચૂંટણી લડ્યો અને 2014માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યો. 2019માં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2019) થઈ તેમાં પણ 2014 કરતાં વધુ બેઠકો મળી હતી અને સત્તામાં ભારતીય જનતા પક્ષ રહ્યો છે.
1951માં ભારતીય જનસંઘની સ્થાપના:ઈતિહાસ પર નજર કરીએ તો 1951 માં શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના (Establishment of Bharatiya Jana Sangh) કરી હતી. 1977માં ભારતીય જનસંઘનું ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયું હતું. તે વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપીને મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી હતી.
1980 માં ભારતીય જનતા પાર્ટીની રચના:1980માં જનતા પાર્ટીમાં સામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની રચના કરી હતી. ત્યાર પછી 1984માં લોકસભાની ચૂંટણી (1984 Lok Sabha elections)માં પ્રથમ વખત ભાજપને 2 બેઠક મળી હતી. 1989માં નવમી લોકસભાની ચૂંટણીમાં કુલ 88 બેઠક પર જીત મેળવીને ભાજપ પક્ષ તરીકે રાષ્ટ્રીય ફલક પર ઉભરીને આવ્યો હતો. તે વખતે નેશનલ ફ્રન્ટને બહારથી ટેકો આપ્યો હતો.