નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વ વચ્ચે મંથન બાદ 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટકના CM બોમાઈ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના ઉમેદવારોના નામ અંગે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
189 ઉમેદવારોની જાહેરાત:ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે નામાંકિત 189 ઉમેદવારોમાંથી 52 નવા છે. અરુણ સિંહે કહ્યું કે કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શિગગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે. આ સિવાય કર્ણાટકના પૂર્વ CM અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા સીટથી ચૂંટણી લડશે જ્યારે રાજ્ય પ્રધાન બી શ્રીરામુલુ બેલ્લારી ગ્રામીણ સીટ પરથી ચૂંટણી લડશે.
52 નવા ચહેરા: કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને કર્ણાટકના ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પ્રભારી અરુણ સિંહે ઉમેદવારોના નામની જાહેરાત કરી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ ભાજપના ટોચના નેતાઓએ અનેક રાઉન્ડ બેઠકો યોજી હતી અને ત્યારબાદ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. સિંહે કહ્યું કે પાર્ટીએ 52 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. તેમના જણાવ્યા મુજબ, 189 ઉમેદવારોની યાદીમાં, 32 અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના છે જ્યારે 30 અનુસૂચિત જાતિ અને 16 અનુસૂચિત જનજાતિના છે.
આ પણ વાંચો:Karnataka Election 2023: કોંગ્રેસ, ભાજપ અને જેડીએસના જાતિગત સમીકરણો પર એક નજર