નવી દિલ્હી:ભાજપે રવિવારે સોશિયલ મીડિયા એજન્સી X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વચ્ચે બધુ સામાન્ય નથી. તેમણે ભાઈ-બહેનના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું કે INDIA ગઠબંધનની ત્રીજી બેઠકમાં પણ પ્રિયંકા ગાંધીને દૂર રાખવામાં આવ્યા છે.
ભાજપનો દાવો, પ્રિયંકાનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે, પ્રિયંકા-રાહુલ ગાંધી વચ્ચે અણબનાવ, કોંગ્રેસે કર્યો પલટવાર, શેર કરી 'રાખી'ની તસવીર
ભાજપે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભાજપે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી માત્ર ચૂંટણી માટે પોતાની બહેન પ્રિયંકાનો ઉપયોગ કરે છે. પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી કરતાં તેજ છે છતાં તેમને હજુ સુધી પાર્ટીમાં મોટું પદ નથી આપવામાં આવ્યું, માત્ર કોંગ્રેસના પ્રચારક તરીકેની કામગીરી જ આપવામાં આવી છે.
Etv Bharat
Published : Sep 4, 2023, 7:03 AM IST
જાણો વીડિયોમાં ભાજપે કેવા સવાલ કર્યા ?
- વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટી પ્રચાર માટે પ્રિયંકાનો ઉપયોગ કરી રહી હતી. જ્યારે તમામ શ્રેય રાહુલ ગાંધીને આપવામાં આવી રહ્યો હતો. હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં પ્રિયંકા ગાંધીએ 28થી વધુ રેલીઓ યોજી હતી અને પાર્ટીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ રાહુલ ગાંધીએ 39 ચૂંટણીઓમાં પાર્ટીની હાર સુનિશ્ચિત કરી હતી. છતાં પણ હજુ તેમને તમામ શ્રેય આપવામાં આવે છે.
- રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી. પ્રિયંકા રાહુલ કરતાં વધુ હોશિયાર છે, પરંતુ પાર્ટી રાહુલની ધૂન પર નાચી રહી છે, સોનિયા ગાંધી પણ સંપૂર્ણપણે રાહુલની સાથે છે. INDIA ગઠબંધનની ત્રીજી બેઠકમાં પણ પ્રિયંકા ગાંધીને દૂર રાખવામાં આવ્યા છે. અહંકારી ગઠબંધનની બેઠકમાંથી પ્રિયંકાનું ગાયબ થવું એ કારણ વગરનું નથી. બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે.
- તેજસ્વી-તેજપ્રતાપ, સુપ્રિયા સુલે અને અજિત પવાર, અખિલેશ અને શિવપાલ વચ્ચે તણાવ જોવા મળે છે. રાહુલ અને પ્રિયંકા વચ્ચે પણ આવો જ વિવાદ છે. માતા સોનિયા અને રાહુલ જાણે છે કે જો પ્રિયંકા ગાંધીને રાજકારણમાં તક મળશે તો પાર્ટીના તમામ લોકો પ્રિયંકાને જ પસંદ કરશે.
- ભાઈ-બહેનની દુશ્મનાવટને હાઈલાઈટ કરતા વીડિયોમાં જણાવાયું છે કે રક્ષાબંધન પર પણ રાહુલ ગાંધીએ તેમના કાંડા પર રાખડી નથી પહેરી.
કોંગ્રેસનો પલટવાર:
- 'નિરાશ' ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ સુપ્રિયા શ્રીનેતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "ભાજપ ચરણચંપકો, તમારા આકાઓ પરિવારને છોડીને ભાગી ગયા, તેનો અર્થ એ નથી કે બધા પરિવારો આવા છે! મુદ્દાઓ પર ક્યારેક વાત કરો. હવે હતાશામાં આવીને તમે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છો કે રાહુલજીએ રાખડી બાંધી નથી. આ ગુસ્સો સ્વાભાવિક છે કારણ કે બંને ભાઈ-બહેનોએ તમારા જુઠ્ઠાણા અને નફરતના બજાર સામે યુદ્ધ છેડ્યું છે. તમારી આંખો અને મન બંનેની સારવાર કરાવો. રાહુલજી માત્ર રાખડી બાંધતા નથી, પરંતુ તેઓ આખા વર્ષ દરમિયાન રાખડી બાંધતા રહે છે. શ્રીનેતે માત્ર રક્ષાબંધન પર રાહુલ ગાંધીની રાખડી બાંધતાની તસવીરો જ શેર કરી નથી, પરંતુ એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં રાહુલ એવું કહેતા જોવા મળે છે કે તે આખા વર્ષ સુધી રાખડી ફાટે ત્યાં સુધી પહેરે છે અને પછી તેના કાંડા પર રાખડી બતાવે છે.
- શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ વીડિયોને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. ભાજપની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતા ચતુર્વેદીએ ટ્વિટર પર લખ્યું, "ભાજપના હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ આ વીડિયોની ભાષા અને સામગ્રી સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્ક્રિપ્ટ સિલી સોલ્સ પ્રોડક્શન દ્વારા લખવામાં આવી છે અને ફૂલિશ ટ્રોલ્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે. નવા સ્તરે આનો ઉપયોગ સત્તામાં રહેવાની તેમની નિરાશાને દૂર કરવા માટે થઈ શકે છે.