ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમિલનાડુ અને પોંડીચેરીમાં જેપી નડ્ડા રોડ શો - પ્રેસ કોન્ફરન્સ

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે રવિવારે પોંડીચેરી અને તમિલનાડુમાં ચૂંટણી રેલી યોજી હતી. તમિળનાડુની 234 અને પોંડીચેરીની તમામ 30 બેઠકો માટે 6 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે.

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમિલનાડુ અને પોંડીચેરીમાં જેપી નડ્ડા રોડ શો
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમિલનાડુ અને પોંડીચેરીમાં જેપી નડ્ડા રોડ શો

By

Published : Apr 4, 2021, 12:08 PM IST

  • બન્ને રાજ્યોમાં 6 એપ્રિલની ચૂંટણી પ્રચારનો રવિવારે છેલ્લો દિવસ
  • ભાજપ અધ્યક્ષ ચેન્નાઈ 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને સંબોધશે
  • ભાજપ તમિલનાડુ અને પોંડીચેરીની ચૂંટણીમાં વર્ચસ્વ જમાવવામાં વ્યસ્ત

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી તમિલનાડુ અને પોંડીચેરી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે રવિવારે તમિલનાડુ અને પોંડીચેરીના પ્રવાસે છે. તમિળનાડુ અને પોંડીચેરી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ તમિલનાડુના પ્રવાસે, ખેડૂતો અને માછીમારો સાથે કરશે સંવાદ

જેપી નડ્ડા 1 વાગ્યે ચેન્નાઈ પહોંચશે

જેપી નડ્ડા સવારે 9.45 વાગ્યે પોંડીચેરીના થિરુનલારમાં આવેલા એક મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, 10.15 વાગ્યે તેઓએ એક રોડ શો પણ કર્યો હતો. આગળના કાર્યક્રમ મુજબ, જેપી નડ્ડા બપોરે 1 વાગ્યે ચેન્નાઈ પહોંચશે અને ત્યાં તેઓ અન્ય નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠક બાદ, ભાજપ અધ્યક્ષ 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને સંબોધશે.

આ પણ વાંચો:PM મોદી શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી રેલી સંબોધશે

ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ

કેરળ, તામિલનાડુ અને પોંડીચેરીમાં 6 એપ્રિલની ચૂંટણી પ્રચારનો આજે રવિવારે છેલ્લો દિવસ છે.ત્યારે, રવિવારે સાંજે આ બન્ને રાજ્યોનો ચૂંટણી પ્રચારના પડઘમ બંધ કરવામાં આવશે. 6 એપ્રિલના રોજ, કેરળની તમામ 140 બેઠકો, તમિળનાડુની 234 અને પોંડીચેરીની તમામ 30 બેઠકો માટે મતદાન થશે. જ્યારે મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details