ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rajasthan Assembly Election: જે. પી. નડ્ડાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા, કૉંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા "પરિવર્તન સંકલ્પ યાત્રા"નો શુભારંભ કરવામાં આવ્યો છે. નડ્ડાએ આ રેલીના સંબોધનમાં કૉંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષ કહે છે કે મોદીને દૂર કરો કારણ કે વિપક્ષને તેમના કુટુંબની ચિંતા છે પણ જો દેશને આગળ લઈ જવો હોય તો મોદીને સપોર્ટ કરવો જોઈએ. વાંચો જે. પી. નડ્ડાએ કરેલા સંબોધનના મુખ્ય મુદ્દાઓ

જે પી નડ્ડાએ કૉંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર
જે પી નડ્ડાએ કૉંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 5:29 PM IST

સવાઈ માધોપુરઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. તેમણે આ પ્રસંગે કૉંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કૉંગ્રેસ પરિવાર બચાવવા માટે વડાપ્રધાન મોદીને દૂર કરવા માંગે છે તેવું જણાવ્યું હતું.

"પરિવર્તન સંકલ્પ યાત્રા"નો શુભારંભઃ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં જે. પી. નડ્ડાએ "પરિવર્તન સંકલ્પ યાત્રા"નો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમણે અશોક ગેહલોત સરકારની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે 'ગેહલોત' સરકારને 'ગૃહલૂંટ' સરકાર ગણાવી છે અને કૉંગ્રેસનો અર્થ લૂંટ, ભ્રષ્ટાચાર, ગુનાઓ અને અરાજક્તા ગણાવ્યો છે.

ધારાસભ્યોને ભ્રષ્ટાચાર માટે મોકળુ મેદાનઃ રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકારે તેમના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર કરવા માટે છુટ્ટો દોર આપી દીધો છે. તે ભ્રષ્ટાચાર કરીને તેમના દિલ્હી સ્થિત માલિકોના ખીસ્સા ભરે છે. તેમણે "પરિવર્તન સંકલ્પ યાત્રા"ના શુભારંભ અગાઉ રાજસ્થાનમાં મહિલાને નિવસ્ત્ર કરીને ફેરવી હતી તે ઘટના મુદ્દે પણ કૉંગ્રેસ સરકારની ટીકા કરી હતી. રાજસ્થાનમાં સરકારી તંત્રની બિલકુલ ગેરહાજરી છે, મુખ્ય પ્રધાન ગેહલોત અને તેમના સાથીદારો અંદર અંદર ઝઘડવામાં વ્યસ્ત છે.

જનતા કૉંગ્રેસને પાઠ ભણાવશેઃ જે. પી. નડ્ડાએ એક્સ હેન્ડલ પર જણાવ્યું કે, રાજસ્થાનના પ્રતાપગઢનો વાયરલ વીડિયો આઘાતજનક છે. રાજસ્થાનમાં સરકારી તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે. મુખ્ય પ્રધાન ગેહલોત અને તેમના પ્રધાનો આંતરિક જૂથવાદમાં વ્યસ્ત રહે છે. જ્યારે સમય મળે ત્યારે તેઓ દિલ્હીમાં પોતાના માલિક પરિવારની પ્રશંસા કરતા જોવા મળે છે. રાજસ્થાન સરકારે મહિલા સુરક્ષાને સદંતર અવગણી છે. અહીં સતત મહિલા અત્યાચાર થતો રહે છે. રાજસ્થાનની જનતા હવે કૉંગ્રેસ સરકારને પાઠ ભણાવશે.

વાયરલ વીડિયો પર પોલીસની પ્રતિક્રિયાઃ ડીજીપી ઉમેશ મિશ્રાએ આ ઘટના પર નિવેદન આપ્યું છે કે પીડિત આદિવાસી મહિલા અન્ય પુરૂષ સાથે રહેતી હોવાથી તેના સાસરિયાએ તેનું અપહરણ કરી સમગ્ર ગામમાં નિવસ્ત્ર અવસ્થામાં ફેરવી હતી.

  1. BJP Meeting in Daman : દમણમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ક્ષેત્રીય પંચાયત રાજ પરિષદમાં આપ્યું મહત્વનું માર્ગદર્શન
  2. J P Nadda Visit Vadodara: PM મોદી દેશને વંશવાદમાંથી બહાર કાઢી વિકાસ તરફ લઈ ગયા - જે પી નડ્ડા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details