- જેપી નડ્ડા આજે બુધવારે પહેલીવાર અયોધ્યાની મુલાકાત લેશે
- અયોધ્યામાં પ્રખ્યાત હનુમાનગઢી મંદિર અને રામજન્મભૂમિમાં પૂજા કરશે
- જેપી નડ્ડા સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો હશે
નવી દિલ્હી/અયોધ્યા: ભારતીય જનતા પાર્ટીના (BJP National President) અધ્યક્ષ જેપી નડ્ડા(jp nadda in ayodhya) આજે બુધવારે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મુલાકાત લેશે. 2019માં રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ બીજેપી અધ્યક્ષ નડ્ડા પહેલીવાર અયોધ્યા પહોંચી રહ્યા છે. જેપી નડ્ડા ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો (Chief Ministers of the States) ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રખ્યાત હનુમાનગઢી મંદિર અને રામજન્મભૂમિમાં પૂજા કરશે.
હનુમાનગઢી મંદિર અને રામ જન્મભૂમિમાં પ્રાર્થના કરશે
ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો (Chief Ministers of the States) આજે બુધવારે અયોધ્યામાં પ્રખ્યાત હનુમાનગઢી મંદિર અને રામ જન્મભૂમિમાં પ્રાર્થના કરશે. જિલ્લા વહીવટીતંત્રના 11 મુખ્યપ્રધાન અને ત્રણ નાયબ મુખ્યપ્રધાનના કાર્યક્રમની મંગળવારે માહિતી મળી હતી.
બુધવારે સવારે 11 વાગ્યા સુધીમાં અયોધ્યા પહોંચશે
એક વરિષ્ઠ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ મુખ્યપ્રધાનો મંગળવારે સાંજે વારાણસીથી લખનૌ પહોંચે તેવી અપેક્ષા છે અને રાજ્યની રાજધાનીમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ બુધવારે સવારે 11 વાગ્યા સુધીમાં અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા છે.