- બંગાળમાં ખાલી પડેલી બેઠકોમાં પેટા ચૂંટણી
- ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલ નોંધાવશે પોતાની ઉમેદવારી
- ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવશે
કોલકાતા: શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ પશ્ચિમ બંગાળ વિધાનસભા 2021 ની પેટાચૂંટણી માટે તૈયારી કરી લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા તિબ્રેવાલને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલે આજે કહ્યું હતું કે તે સોમવારે ઉમેદવારી નોંધાવશે. નિવેદન આપતા તેમણે કહ્યું કે, "પશ્ચિમ બંગાળના લોકોને જીવવાનો અધિકાર છે". આ સાથે તેમણે સીએમ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, "મમતાની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ તેમની પાસેથી આ અધિકાર છીનવી રહી છે. તેણીએ કહ્યું કે હું બંગાળના લોકો માટે લડી રહી છું".